For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાજ્યપાલને મળશે સંજય રાઉત, સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપવાનો કરશે અનુરોધ

સમાચાર આવી રહ્યા છે કે શિવસેના નેતા સંજય રાઉત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે સોમવારે રાજ્યપાસ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરે થયેલ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં સત્તારુઢ ભાજપ-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવા છતાં રાજ્યાં નવી સરકારની રચા માટે બંને પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલુ છે. આ ખેંચતાણ વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે શિવસેના નેતા સંજય રાઉત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે સોમવારે રાજ્યપાસ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્ય મુજબ રાજભવન તરફથી આ માહિતી આપવામાં આવી છે.

આજે રાજ્યપાલને મળશે શિવસેનાના નેતા

આજે રાજ્યપાલને મળશે શિવસેનાના નેતા

મહારાષ્ટ્રના રાજ્યપાલ કાર્યાલયે કહ્યુ છે કે આજે સોમવારે શિવસેના નેતા સંજય રાઉત પાર્ટીના સીનિયર નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે. શિવસેનાના નેતા રાજ્યપાલને અપીલ કરશે કે તે મહારાષ્ટ્રની સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે. વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદથી અત્યાર સુધી કોઈ પાર્ટીએ સરકાર બનાવવાન પહેલ કરી નથી. આ સાથે જ શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે તેમની પાસે 170થી વધુ ધારાસભ્યોનુ સમર્થન છે.

દેવેન્દ્ર ફડણવીસ સોમવારે અમિત શાહ સાથે દિલ્લીમાં મુલાકાત કરશે

દેવેન્દ્ર ફડણવીસ સોમવારે અમિત શાહ સાથે દિલ્લીમાં મુલાકાત કરશે

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્લીમાં મુલાકાત કરશે. એવામાં મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ વિશે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. જો કે ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ આ મુલાકાત મહારાષ્ટ્રમાં થયેલા કમોસમી વરસાદના કારણે પ્રભાવિત ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પાસેથી વધુ સહાયતા લેવા માટે હશે. દેવેન્દ્ર ફડણવીસે આશ્વાસન આપ્યુ છે કે શિવસેના સાથે ખુરશીની ખેંચતાણ વચ્ચે સરકાર બનશે અને શિવસેના સાથે ગઠબંધનથી જ બનશે.

આ પણ વાંચોઃ વૉટ્સએપ હેકિંગ કેસમાં કોંગ્રેસનો આરોપ- પ્રિયંકા ગાંધીને પણ શંકાસ્પદ મેસેજ આવ્યોઆ પણ વાંચોઃ વૉટ્સએપ હેકિંગ કેસમાં કોંગ્રેસનો આરોપ- પ્રિયંકા ગાંધીને પણ શંકાસ્પદ મેસેજ આવ્યો

સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની અપીલ કરશે

સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની અપીલ કરશે

આ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનુ કહેવુ છે કે 7 નવેમ્બર સુધી કોઈ પણ પક્ષ પોતાની સરકાર બનાવવા માટે દાવો લઈને ના આવે તો એવામાં તે રાજ્યપાલ સાથે વાત કરશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પરિણામોમાં ભાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી છે. તેણે 105 સીટો જીતી છે જો કે બહુમતનો આંકડો 145નો છે. શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી છે. શિવસેનાએ 56 સીટો પર જીત મેળવી છે. એનસીપી 54 સીટો સાથે ત્રીજા અને કોંગ્રેસ 44 ધારાસભ્યો સાથે ચોથા નંબરની પાર્ટી છે.

English summary
Sanjay Raut along with other senior party leaders to meet Governor Bhagat Singh Koshyari tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X