For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી, તેમને ફસાવવામાં આવ્યાઃ સુનીલ રાઉત

શિવસેના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શિવસેના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી. રવિવારે તેમના ઘરે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ મોડી રાત્રે સંજય રાઉતના ભાઈએ દાવો કર્યો છે કે સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે જણાવ્યુ કે સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ તેમનાથી ડરે છે અને તેમની ધરપકડ કરી છે. તેમની ધરપકડના કોઈ દસ્તાવેજ અમને આપવામાં આવ્ય નથી. તેમને બળજબરીથી ફસાવવામાં આવી રહ્યા છે. આવતીકાલે (1 ઓગસ્ટ) સવારે 11.30 વાગ્યે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

sanjay raut

સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે સંજય રાઉતના ઘરે દરોડા દરમિયાન ઈડીએ 11.50 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ પૈસા બિનહિસાબી હતા. ઘર પર દરોડા પાડ્યા બાદ સંજય રાઉતને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પરંતુ સંજય રાઉતના વકીલે કહ્યુ કે તેમના અસીલની ન તો અટકાયત કરવામાં આવી છે કે ન તો ધરપકડ કરવામાં આવી છે. રાઉતના વકીલે કહ્યુ હતુ કે ઈડીએ સંજય રાઉત વિરુદ્ધ નવેસરથી સમન્સ જાહેર કર્યુ છે. તેના આધારે ઈડી તેમનુ નિવેદન નોંધવામાં આવ્યુ છે. તેમની ન તો ધરપકડ કરવામાં આવી છે કે ન તો તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ઈડી પાત્રા ચૉલ કૌભાંડ કેસમાં સંજય રાઉત વિરુદ્ધ તપાસ કરી રહી છે. રિપોર્ટ મુજબ સંજય રાઉતે આ કેસની સાક્ષી સ્વપ્ના પાટકરને ધમકી આપી છે. જેના પછી તેમની વિરુદ્ધ વાકોલા પોલિસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 504, 506, 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે ED રવિવારે સવારે 7 વાગે સંજય રાઉતના ઘરે પહોંચી હતી.

મીડિયા સાથે વાત કરતા સુનીલ રાઉતે કહ્યુ કે સંજય રાઉત પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમની સામે નકલી દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા છે. તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. આ બધુ શિવસેનાને નબળુ પાડવા માટે કરવામાં આવી રહ્યુ છે. સંજય રાઉત ઝૂકશે નહિ, હું પાર્ટી નહિ છોડુ. તમને જણાવી દઈએ કે 28 જૂને પણ સંજય રાઉતને ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ હતું તેમને પાત્રા ચૉલ જમીન કૌભાંડમાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ રાઉતે ચોમાસુ સત્રના કારણે પૂછપરછમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ તેમણે ઈડીને પોતાની ધરપકડ કરવા પડકાર ફેંક્યો હતો. જો કે બાદમાં સંજય રાઉત ઈડી ઑફિસ પહોંચ્યા હતા.

English summary
Sanjay Raut arrested claims his brother an FIR filed against him for threatening witness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X