For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ભંગ થઈ રહી છે મહારાષ્ટ્ર વિધાનસભા? સંજય રાઉતે આપ્યા સંકેત

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનુ સંકટ વધુ ઘેરી બની ગયુ છે. પાર્ટીના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનુ સંકટ વધુ ઘેરી બની ગયુ છે. પાર્ટીના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા છે. ઉદ્ધવ સરકાર લઘુમતીમાં હોવાના વિપક્ષના દાવા બાદ રાઉતનુ એક ટ્વિટ ઘણા બધા સંકેત આપી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવ સરકાર પર ખતરો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ મામલે ટ્વિટ કર્યુ છે કે, 'મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય સંકટ વિધાનસભા ભંગ તરફ આગળ વધી રહ્યુ છે.'

raut

ભંગ થશે મહારાષ્ટ્ર વિધાનસભા?

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર માટે કાઉન્ટડાઉનના સંકેત મળી રહ્યા છે. એકનાથ શિંદેના બળવા પછી શિવસેનાએ પોતાની હાર સ્વીકારી લીધી હોય તેમ લાગે છે. મુખ્યમંત્રી ઉદ્ધવના પુત્ર અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ તેમના ટ્વિટર બાયોમાંથી મંત્રી પદ હટાવી દીધુ છે જ્યારે સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે. જો કે, મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વધી ગયા પછી જો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરે તો પણ તેને સ્વીકારવા કે અન્ય કોઈ બંધારણીય વિકલ્પની શોધ કરવી એ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વિવેકબુદ્ધિ પર છે. એટલુ જ નહિ એ પણ જોવાનુ રહેશે કે મહા વિકાસ અઘાડી સરકારના બાકીના બે સહયોગી એનસીપી અને કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર થશે કે કેમ?

તમને જણાવી દઈએ કે શિવસેનાના મંત્રી એકનાથ શિંદે પાર્ટીના ધારાસભ્યો સાથે આસામ પહોંચી ગયા છે. તેઓ અહીં હોટેલ રેડિશન બ્લુમાં રોકાયા છે. આ પછી ઉદ્ધવ સરકાર પર સંકટ વધુ ઘેરાઈ ગયુ છે. એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે છ અપક્ષ ધારાસભ્યોનુ સમર્થન પણ છે અને આ રીતે કુલ 46 ધારાસભ્યો તેમની સાથે છે. રાજ્યપાલને મળવાના સવાલ પર તેમણે કહ્યુ કે એ આગળની રણનીતિ છે, અત્યારે કહી શકાય નહિ. વળી, આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કેબિનેટની બેઠક યોજવાના છે. ગુવાહાટી એરપોર્ટ પર એકનાથ શિંદેએ ફરી એકવાર કહ્યુ કે તેઓ બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જશે. નોંધનીય છે કે તેમણે સુરત એરપોર્ટ પર પણ કહ્યુ હતુ કે તેમણે બાલાસાહેબ ઠાકરેનુ હિન્દુત્વ છોડ્યુ નથી. તેમણે કહ્યુ હતુ કે હું ઈચ્છુ છુ કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે સરકાર બનાવે.

English summary
Sanjay Raut indicates that Maharashtra Assembly could be dissolved
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X