સંજય રાઉતનો પર BJP હુમલો, ઑપરેશન કમલમાં CBI, ED, IT અને પોલિસ પણ શામેલ
મહારાષ્ટ્રમાં સરકાર માટે ઘમાસાણ યથાવત છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને થોડી વારમાં ચુકાદો આવવાનો છે. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે એક વાર ફરીથી ભાજપ પર નિશાન સાધ્યુ છે.
મહારાષ્ટ્રમાં સરકાર માટે ઘમાસાણ યથાવત છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને થોડી વારમાં ચુકાદો આવવાનો છે. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે એક વાર ફરીથી ભાજપ પર નિશાન સાધ્યુ છે. સંજય રાઉતે કહ્યુ કે ભાજપ મહારાષ્ટ્રમાં ઑપરેશન કમલ ચલાવી રહી છે. એટલુ જ નહિ રાઉતે આરોપ લગાવ્યો કે ભાજપના ઑપરેશન કમલમાં સીબીઆઈ, ઈડી, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને પોલિસ પણ શામેલ છે.

બધા પોતપોતાની રીતે ધારાસભ્યોને ડરાવીને ધમકાવીને ભાજપ તરફ કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ આનુ કોઈ પરિણામ નથી નીકળી રહ્યુ. રાઉતે કહ્યુ કે જો ભાજપ પાસે બહુમત છે તો ઑપરેશન કમલની શું જરૂરત છે. બહુમત માટે ભાજપ પર અનૈતિક રીતો અપનાવવાનો આરોપ લગાવીને રાઉતે કહ્યુ કે જો તમારી પાસે બહુમત હતો તો ગુંડાગિરી કેમ કરી રહ્યા છે. ચંબલના ડાકુઓ જેવા કામ કરી રહ્યા છે.
Sanjay Raut, Shiv Sena: There are four people in 'Operation Kamal'; CBI, ED, Income Tax dept and Police carry out 'Operation Kamal'. But it will not yield any result here. If you have the majority then why do you need an 'Operation Kamal'? #Maharashtra https://t.co/KLZbqNncdx
— ANI (@ANI) 25 November 2019
મહારાષ્ટ્રનુ રાજકારણ એવુ હતુ કે યશવંત રાવ ચવ્હાણ જ્યારે સૌથી મોટો પક્ષ હોવા છતા રાષ્ટ્રપતિને મળ્યા હતા તો તેમણે કહ્યુ હતુ કે મારી પાસે બહુમત નથી એટલા માટે હું સરકાર નહિ બનાવુ. આ પહેલા સંજય રાઉતે કહ્યુ હતુ કે અજીત પવારે શનિવારે રાજભવનમાં ખોટા દસ્તાવેજ માટે અને રાજ્યપાલને એ દસ્તાવેજોને સ્વીકાર કરી લીધા. ભાજપે જેવુ કામ કર્યુ છે તેવુ અમારા લોકોને ત્યાં પોકેટમાર કરે છે. રાઉતેકહ્યુ કે અજીત પવારને તોડીને સરકાર બનાવવી ભાજપને ઉલ્ટી પડશે.












Click it and Unblock the Notifications
