For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ સંજય રાઉત બોલ્યા, ‘મુખ્યમંત્રી બનવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે'

મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પળેપળ બદલાઈ રહી છે. હવે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે સીએમ બનવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પળેપળ બદલાઈ રહી છે. શુક્રવારે જ્યાં એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ કે મહારાષ્ટ્રમાં આગામી સરકાર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બનવા જઈ રહી છે. વળી, કોંગ્રેસ નેતા તેના નિવેદનથી બચતા દેખાયા. હવે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે સીએમ બનવા માટે તૈયાર છે. એ સ્પષ્ટ થઈ ગયુ છે કે મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેના અને કોંગ્રેસ વચ્ચે સરકારની રચના માટે અંતિમ નિર્ણય થઈ ચૂક્યુ છે.

sanjay raut

મીડિયાના હવાલાથી કહેવામાં આવી રહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે પોતે સીએમ બનવા નથી ઈચ્છતા. સંજય રાઉતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. રાઉતે કહ્યુ, ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ માટે હામી ભરી દીધી છે. તમને જણાવી દઈએ કે આજે સાંજે એનસીપી પ્રમુખ શરદ પવારે ઘોષણા કરી દીધી હતી કે મહારાષ્ટ્રમાં શિવસેનાને મુખ્યમંત્રી પદ મળશે. શિવસેનાના મુખ્યમંત્રી પૂરા પાંચ વર્ષે માટે બનશે.

આ તરફ સીએમ પદ શું સંમતિ બની ગઈ છે તેના પર કોંગ્રેસ નેતા અહમદ પટેલે કહ્યુ કે એક સાથએ બધુ કહી દઈશુ. એનસીપી નેતા પ્રભુલ્લ પટેલે પણ કહ્યુ કે અમુક મુદ્દાઓ પર સંમતિ થવાની હજુ બાકી છે. તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે હાલમાં ધારાસભ્ય નથી અને ના તે વિધાનપરિષદના સભ્ય છે. એવામાં જો તે મુખ્યમંત્રી બને તો તેમને છ મહિનાની અંદર બેમાંથી કોઈ ગૃહના સભ્ય બનવુ પડશે.

માનવામાં આવી રહ્યુ છે કે શનિવારે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ બાદ ત્રણે પક્ષો રાજ્યપાલ સાથે મુલાકાત કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તમને જણાવી દઈએ કે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામો 24 ઓક્ટોબરે જ આવી ગયા હતા અને લગભગ એક મહિનાથી રાજ્યમાં રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. આ કારણે રાજ્યમાં રાષ્ટ્રરપતિ શાસન લાગુ થઈ ગયુ છે.

આ પણ વાંચોઃ NCP-કોંગ્રેસ-શિવસેનાની વિચારધારા અલગ, સરકાર બની તો વધુ દિવસ નહિ ચાલેઃ નીતિન ગડકરીઆ પણ વાંચોઃ NCP-કોંગ્રેસ-શિવસેનાની વિચારધારા અલગ, સરકાર બની તો વધુ દિવસ નહિ ચાલેઃ નીતિન ગડકરી

English summary
Sanjay Raut says Uddhav Thackeray has given his consent to become chief minister of Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X