For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહેન-દીકરી, ધર્મ, સંસ્કૃતિને બચાવવી હોય તો ભાજપને મત આપોઃ સંત સમાજ

તમામ સાધુઓને અપીલ કરી છે કે એક વાર ફરીથી 2019માં નરેન્દ્ર મોદી સરકારને જીતાડે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા સતત નિવેદન આપી રહ્યા છે. એટલુ જ નહિ સંત સમાજે પણ રામ મંદિર નિર્માણ અંગે સરકાર પાસે કાયદો બનાવવાની માંગ કરી છે. અખિલ ભારતીય સંત સમિતિએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે તે કાયદો બનાવીને રામ મંદિર નિર્માણનું કામ શરૂ કરે. વળી, તમામ સાધુઓને અપીલ કરી છે કે એક વાર ફરીથી 2019માં નરેન્દ્ર મોદી સરકારને જીતાડે. સંતોનું કહેવુ છે કે જે લોકોની આસ્થા ગાય, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદમાં છે તેમને ફરીથી એકવાર નરેન્દ્ર મોદી સરકારને મત આપીને 2019માં સત્તામાં લાવવી જોઈએ.

આ પણ વાંચોઃ તેજ પ્રતાપે લાલુ, રાબડી અને તેજસ્વી વિશે ખુલાસા કર્યાઆ પણ વાંચોઃ તેજ પ્રતાપે લાલુ, રાબડી અને તેજસ્વી વિશે ખુલાસા કર્યા

બહેન-દીકરીને બચાવવા માટે ભાજપને મત આપો

બહેન-દીકરીને બચાવવા માટે ભાજપને મત આપો

સંત સમિતિએ ત્રણ ધર્મ સભાનું પણ એલાન કર્યુ છે કે જે અયોધ્યા, નાગપુર અને બેંગલુરુમાં થશે કે જે 25 નવેમ્બરના રોજ કરવામાં આવશે. વળી, 9 ડિસેમ્બરે એક વિશાળ સંમેલન પણ દિલ્લીમાં કરવામાં આવશે. આ સંમેલન 18 ડિસમ્બર સુધી ચાલશે. એટલુ જ નહિ એ પ્રકારની બેઠક દેશભરમાં 500થી વધુ આયોજિત કરવામાં આવશે. સમિતિના પ્રમુખ હંસદેવાચાર્યએ કહ્યુ કે જો જીવિત રહેવુ હોય, મંદિર-મઠ બચાવવા હોય, બહેન-દીકરી બચાવવી હોય, સંસ્કૃતિ અને સંસ્કાર બચાવવા હોય તો આ સરકારે ફરીથી લાવવાની છે.

મોદી સરકારને ફરીથી લાવો

મોદી સરકારને ફરીથી લાવો

સંતોએ હાલની સરકાર પાસે અપેક્ષા વ્યક્ત કરી છે કે તે તેમની માંગોને પૂરી કરી શકે છે. આ સરકાર ઉપરાંત કોઈ પણ સરકાર તેમની માંગો પૂરી નહિ કરે. હંસદેવાચાર્યએ કહ્યુ કે આ જ સરકાર અમારી માંગોને પૂરી કરી શકે છે. આપણો દેશ પણ બચાવો, આપણી સંસ્કૃતિ પણ બચાવો અને ફરીથી ભારતની અંદર આ જ સરકારને 2019માં પાછી લાવો. જય શ્રીરામ. તેમના આ ઉદઘોષ સાથે દરેકે જય શ્રીરામનો નારો લગાવ્યો.

લોકો દુઃખી અને નિરાશ

લોકો દુઃખી અને નિરાશ

મંદિર નિર્માણમાં થઈ રહેલા વિલંબ પર હંસદેવાચાર્યએ કહ્યુ કે સંત આ અંગે દુઃખી છે. જે રીતે મંદિર નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે તેના કારણે લોકો નિરાશ છે. પરંતુ અમે આ વાતથી સંતુષ્ટ છીએ કે કેન્દ્ર સરકારે દેશહિત સાથે જોડાયેલા કામ કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા, ધર્મ, સંસ્કૃતિ અને દેશના ગૌરવને વધારવા માટે આ સરકારે કામ કર્યુ છે. આ દરમિયાન કાર્યક્રમમાં શ્રી રવિશંકરે પણ ભાગ લીધો. તેમણે રામ મંદિર નિર્માણના સંભવ રસ્તાઓ પર ચર્ચા કરી.

રવિશંકરે આપ્યુ મોટુ નિવેદન

રવિશંકરે આપ્યુ મોટુ નિવેદન

શ્રી શ્રી એ કહ્યુ કે રામ મંદિર નિર્માણના ત્રણ રસ્તા છે. પહેલા વાતચીત દ્વારા, બીજો સુપ્રીમ કોર્ટને આ મામલે વહેલામાં વહેલી તકે સુનાવણીની અપીલ દ્વારા અને ત્રીજો સરકાર મંદિર નિર્માણ માટે કાયદો બનાવે. તેમણે કહ્યુ કે લોકો ઈચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં કેસની સુનાવણી જાન્યુઆરી માસ માટે ટાળી દીધી છે. કોર્ટે કહ્યુ કે જાન્યુઆરી માસમાં તે નક્કી કરશે કે આ કેસની સુનાવણી ક્યારે થશે.

આ પણ વાંચોઃ જર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માગે છેઃ ખડગેઆ પણ વાંચોઃ જર્મનીમાં હિટલરે કર્યું તેવું જ મોદી ભારતમાં કરવા માગે છેઃ ખડગે

English summary
Sants appeal to people to vote BJP once again to save behan beti culture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X