'રાહુલ ગાંધી સારુ કામ કરી રહ્યા છે...', મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસ નેતાની કરી પ્રશંસા
રાજ્યપાલ સત્યપાલ મલિકે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.
નવી દિલ્લીઃ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક કે જેઓ ખેડૂતોના મુદ્દાઓને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. તે રાજ્યપાલ સત્યપાલ મલિકે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. રાહુલ ગાંધીના વખાણ કરતા રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ કે તેઓ સારુ કામ કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પર પણ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'નુ નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે.

સત્ય પાલ મલિકે કહ્યુ, 'રાહુલ ગાંધી સારુ કામ કરી રહ્યા છે અને આશા છે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3,570 કિમીની 'ભારત જોડો યાત્રા' ઘણા સારા પરિણામો આપશે.' ગુરુવારે બુલંદશહેર જિલ્લાના મુઢી બાકાપુર ગામમાં એક કાર્યક્રમને સંબોધિત કરrvs સત્યપાલ મલિકે કહ્યુ કે રાહુલ ગાંધી સારુ કામ કરી રહ્યા છે અને તેમના પ્રયાસો માટે તેમની શુભેચ્છાઓ પણ આપી.
ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન આ કાર્યક્રમમાં તેમના ભાષણ વિશે પૂછવામાં આવતા સત્યપાલ મલિકે શુક્રવારે ફોન પર હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યુ, 'જો તમે તેમના(રાહુલ ગાંધી)ના પ્રયાસની પ્રશંસા કહી રહ્યા છો, તો તમે તેને મારી શુભેચ્છાઓ તરીકે લઈ શકો છો.' વળી સત્ય પાલ મલિકે કહ્યુ કે, 'મને આશા છે કે આ 'ભારત જોડો યાત્રા'ના પણ દેશ માટે કેટલાક સારા પરિણામો આવશે.'
સત્યપાલ મલિક ખેડૂતોના મુદ્દે અનેકવાર જાહેરમાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જોવા મળ્યા છે. પરંતુ રાહુલ ગાંધી માટે તેમની પ્રશંસા અસામાન્ય હતી. આ પહેલા સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર આકરા પ્રહારો માટે રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યુ હતુ. સત્યપાલ મલિકે રાહુલ ગાંધી પર જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
