For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવરકરે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો અને દેશ માટે જેલ ગયાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા

સાવરકરે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો અને દેશ માટે જેલ ગયાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ વીડી સાવરકરને ભારત રત્ન આપવાની વાત પોતાના ઘોષણા પત્રમાં કહી છે, તે બાદ સતત આ મામલાને લઈ વિવાદ થઈ રહ્યો છે. તમામ વિપક્ષી દળો અને ખાસ કરીને કોંગ્રેસ તેનો પુરજોરથી વિરોધ કરી રહી છે. એક તરફ જ્યાં દિગ્ગજ કોંગ્રેસના નેતા સાવરકરને ભારત રત્ન આપવાના ભાજપના વચનનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ એક એવું નિવેદન આપ્યું છે જેથી તેમણે ખુદની જ પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે.

veer savarkar

અભિષેક મનુ સિંધવીએ ટ્વીટ કરીને લખ્યું કે વ્યક્તિગત રૂપે સાવરકરની વિચારધારાનો સ્વીકાર નથી કરતો, પરંતુ સાવરકર એક સ્થાપિત વ્યક્તિ હતા જેમણે દેશના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો. તે તથ્યને તમે ન મિટાવી શકો. સિંધવીએ આગળ હેશટેગ નેવર ફૉરગેટ એટલે કે ક્યારેય ના ભૂલો લખ્યું. જણાવી દઈએ કે અગાઉ કોંગ્રેસ તરફથી મનીષ તિવારીએ સાવરકરને ભારત રત્ન અપાવવાના ભાજપના વચનની આલોચના કરી હતી.

savarkar

મનિષ તિવારીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા માટે સાવરકર પર અપરાધિક કેસ ચાલ્યો હતો, આ મામલે કપૂર આયોગે પણ તપાસ કરી હતી. મનીષે કહ્યું કે હાલમાં જ છપાયેલ એક લેખમાં એવો દાવો કરવામાં આવ્યો કે આયોગે સાવરકરને મહાત્મા ગાંધીની હત્યાનો જવાબદાર માન્યા હતા, હવે તેને જ ભારત રત્ન આપવાની વાત કહેવામાં આવી રહી છે. હવે આ દેશને ભગવાન જ બચાવે. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, સાવરકરને ભારત રત્ન આપવાની માંગ અમારી સરકાર કેન્દ્ર સમક્ષ રાખશે. અમારા પ્રયત્નો રહેશે કે સાવરકરને ભારત રત્ન મળે. આ ઉપરાંત સાવિત્રી બાઈ ફૂલે અને જ્યોતિ રાવ ફુલેને પણ ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં ભારત રત્ન અપાવવાનું વચન આપ્યું.

 રામપુર પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન 6 નકલી પોલિંગ એજન્ટ પકડાયા રામપુર પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન 6 નકલી પોલિંગ એજન્ટ પકડાયા

English summary
Savarkar participated in the independence movement and went to jail for the country: senior leader of congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X