For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિટ વિરુદ્ધ ફ્રેશ પિટિશન કરવાની ઝાકિયાને સુપ્રિમ કોર્ટની મંજૂરી

By Super
|
Google Oneindia Gujarati News

Supreme_Court
નવીદિલ્હી, 7 ફેબ્રુઆરીઃ સિટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યોને ક્લિન ચીટ અપ્યાના અહેવાલ સામે ટ્રાયલ કોર્ટ સમક્ષ ફ્રેશ પિટિશન દાખલ કરવાની પરવાનગી સુપ્રિમ કોર્ટ દ્વારા ઝાકિયા જાફરીને આપવામાં આવી છે.

ઝાકિયા જાફરીએ આરોપ લગાવ્યો છે કે, નરેન્દ્ર મોદી અને અન્યોએ 2002માં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોમાં પોતાની જવાબદારી નિભાવી ન હતી.

કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી કે જેમનું ગુજરાત રમખાણ દરમિયાન નિધન થયું હતું તેમના પત્ની ઝાકિયા જાફરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સિટ દ્વારા ક્લિન ચિટ આપવામાં આવ્યા વિરુદ્ધ અરજી કરી હતી. જે સબબ ગુરુવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ હતી.

સિટે જણાવ્યું હતું કે મોદી સહિત 63 સામેનો 2002ના રમખાણનો કેસ બંધ કરી દેવો જોઇએ. 2009માં કોર્ટ દ્વારા સિટને જણાવવામાં આવ્યું હતું કે ઝાકિયા જાફરી દ્વારા મોદી સહિતના 63 લોકો સામે જે આરોપાત્મક અરજી કરી છે તેમાં તપાસ કરવામાં આવે. ત્યારબાદ સિટ દ્વારા મોદી સહિત અન્યોને ક્લિન ચિટ આપી હતી.

English summary
The Supreme Court has allowed Jakia Jafri to file a fresh petition before trial court against special investigation team's report giving clean chit to chief minister Narendra Modi and others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X