લાલુની જામીન અરજી પર CBIને સુપ્રીમની નોટિસ
નવી દિલ્હી, 29 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડમાં રાંચની જેલમાં કેદ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર કેન્દ્રીય તપાસ બ્યૂરોને આજે નોટિસ ફટકારી છે.
મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમ અને ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની ખંડપીઠે ઝારખંડ હાઇ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સીબીઆઇને નોટિસ ફટકારીને બે અઠવાડીયાની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલુ, બિહારના એક અન્ય પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર અને 43 અન્યને 30 સપ્ટેમ્બરના રોજ સીબીઆઇની ખાસ કોર્ટે તેમને ચારા કૌભાંડમાં ફંડમાંથી ગેરકાનૂની રીતે 37.7 કરોડ રૂપિયા નિકાળવાના મામલા પર દોષી ઠેરવ્યા હતા. કોર્ટે તમને 3 ઓક્ટોબરના રોજ અલગ-અલગ સજા સંભળાવી હતી.












Click it and Unblock the Notifications
