For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈની ધારવીમાં બીજો પોઝિટિવ કેસ મળ્યો, બીએમસીનો સફાઈ કર્મી સંક્રમિત

મુંબઈની ધારવીમાં બીજો પોઝિટિવ કેસ મળ્યો, બીએમસીનો સફાઈ કર્મી સંક્રમિત

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. મુંબઈની ગાઢ વસ્તીવાળઆ વિસ્તાર ધારાવીમાં કોરોના વાયરસના બીજા મામલાની પુષ્ટિ થઈ છે. BMSનો એક 52 વર્ષીય સફાઈ કર્મચારીમાં કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો છે, તે વર્લી વિસ્તારમાં રહે છે પરંતુ તેનું પોસ્ટિંગ ધારાવીમાં હતું. બીએમસીના અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

bmc

બૃહદ-મુંબઈ નગર નિગમના અધિકારીએ જણાવ્યું કે કોરોના ટેસ્ટ પોઝિટિવ મળનાર 52 વર્ષીય આ શખ્સમાં કોરોનાના લક્ષણો મળ્યા હતા, જે બાદ બીએમસી અધિકારીઓએ ઈલાજ કરાવવાની સલાહ આપી હતી. હાલ તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે. સાથે જ સફાઈ કર્મચારીના પરિવારના સભ્યો અને 23 સહયોગીઓને ક્વારંટાઈન થવા માટે કહેવામાં આવ્યું છે.

એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં કાલે પહેલો કેસ સામે આવ્યો હતો, જ્યાં શાહૂ નગરમાં 56 વર્ષીય વ્યક્તિમાં કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ દર્દીને સાયન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારના અન્ય 7 સભ્યોને હોમ ક્વારંટાઈન કરી લેવામાં આવ્યા છે. આજે આ બધા લોકોના ટેસ્ટ કરાશે. જે બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા તે બિલ્ડિંગ પણ સીલ કરી દેવામાં આવી છે.

મુંબઈના વર્લી વિસ્તારના કોલીવાડાના 86 લોકોને પદ્દર હોસ્પિટલમાં ક્વારંટાઈન માટે શિફ્ટ કરવામાં આવ્યા છે મુંબઈમાં સોમવારે કેટલાય લોકોના કોરોના વાયરસથી સંક્રમિત જણાયા બાદ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે વર્લીના કોલીવાડા ક્ષેત્ર અને ગોરેગાંવ ઉપનગરને હૉટસ્પૉટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ મામલા સામે આવ્યા છે જ્યારે દેશમા ંકોરોના વાયરસથી સંક્રમિત થનાર દર્દીની સંખ્યા પણ 1965 સુધી પહોંચી ગઈ છે. આ વાયરસથી 41 લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે.

એઈમ્સના ડોક્ટરને કોરોના વાયરસ પોઝિટીવ, સંપર્કમાં આવેલા લોકોની શોધ ચાલુએઈમ્સના ડોક્ટરને કોરોના વાયરસ પોઝિટીવ, સંપર્કમાં આવેલા લોકોની શોધ ચાલુ

English summary
Second COVID19 case confirmed in Dharavi, Mumbai, BMC sanitization worker found positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X