Coronavirus Vaccine: ભારતમાં આજથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ મળશે

Coronavirus Vaccine: ભારતમાં આજથી કોરોના વેક્સીનનો બીજો ડોઝ મળશે

ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ કોરોનાવાયરસ વેક્સીન અભિયાન આજથી બીજા તબક્કામાં પહોંચી ચૂક્યું છે. શનિવારે ભારત એવા લોકોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવો શરૂ કરશે જેમણે 28 દિવસ પહેલાં એટલે કે 16 જાન્યુઆરી 2021ના રોજ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. ભારતમાં રસીકરણના પહેલા દિવસે 16 જાન્યુઆરીએ જે લોકોને વેક્સીન લગાવવામાં આવી હતી તેમને આજે બીજો ડોઝ આપવામાં આવશે. જો કે એક્સપર્ટ્સે કહ્યું કે આ બહુ જરૂરી નથી. વેક્સીન લેનાર લોકો ઈચ્છે તો આગામી એક અઠવાડિયામાં બીજો ડોઝ મેળવી શકે છે. 16 જાન્યુઆરીએ 202,000થી વધુ લોકોને પહેલો ડોઝ આપ્યો હતો.

corona vaccine

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં અત્યાર સુધી કુલ 77 લાખ 66 હજાર 319 લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોજ આપવામાં આવ્યો છે. જેમાંથી 58.65 લાખ સ્વાસ્થ્યકર્મીઓ અને 19 લાખ ફ્રંટ લાઈન વર્કર્સ છે.

નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પૉલે કહ્યું કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ ચારથી છ અઠવાડિયામાં ગમે ત્યારે આપી શકાય છે. અમારી પાસે વેક્સીન લેવા માટે નિયમો અંતર્ગત આ સમય છે. જણાવી દઈએ કે ડૉ વીકે પોલે પણ 16 જાન્યુઆરીએ લૉન્ચના દિવસે પોતાની પહેલો કોવેક્સીન ડોઝ લીધી હતી.

ડૉ વીકે પોલે કહ્યું, જો કે હું 13 ફેબ્રુઆરીએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે યોગ્ય છું. પરંતુ હાલમાં હું દેશથી બહાર છું માટે સોમવારે બીજો ડોઝ લઈશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X