Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગર્લફ્રેન્ડ કે વાઈફ, રાહુલ ગાંધી સાથે કોણ છે આ મિસ્ટ્રી ગર્લ? ફોટો વાયરલ, ટ્રોલ થયા કોંગ્રેસ નેતા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં રાહુલ ગાંધી એક મહિલા સાથે જોવા મળી રહ્યા છે. જેના માટે હવે રાહુલ ગાંધીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ગુરુવારે (15 જૂન) ટ્વિટર પર રાહુલ ગાંધીની એક મહિલા સાથેની તસવીર છે. આ તસવીરોમાં રાહુલ ગાંધી એક મહિલા સાથે હોટલ કે રેસ્ટોરાં જેવી જગ્યાએ બેઠેલા દેખાઈ રહ્યા છે.

Rahul Gandhi

ટ્વિટર પર લોકો આ મહિલાને 'મિસ્ટ્રી ગર્લ'ના નામથી બોલાવી રહ્યા છે. આ તસવીર સામે આવ્યા બાદથી જ રાહુલ ગાંધી ટ્રોલ થઈ રહ્યા છે. ટ્વિટર પર ઘણા લોકોએ રાહુલ ગાંધીને પૂછ્યું છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે?

ઘણા લોકોએ ટ્વિટર પર દાવો કર્યો છે કે આ તસવીર અમેરિકાની નથી પરંતુ યુકેની છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે સવાલ કર્યો છે કે રાહુલ ગાંધી જ્યારે અમેરિકામાં હતા ત્યારે બ્રિટન કેવી રીતે પહોંચ્યા?

ટ્વિટર યુઝર શૈલેષ તિવારીએ રાહુલ ગાંધી સાથે મહિલાનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, "રાહુલ ગાંધી તેમની ગર્લ (ફ્રેન્ડ)ને એમ્પાવર કરી રહ્યા છે. જો કે, તેમના ભવ્ય વિદેશ પ્રવાસનો ખર્ચ કોણ ઉઠાવે છે?"

અન્ય એક ટ્વિટર યુઝર રોઝી (@rose_k01) એ લખ્યું, "રાહુલ ગાંધી યુકેમાં ડિનર પર લઈ ગયા તે રહસ્યમય છોકરી કોણ છે? એવું લાગે છે કે તેમની પાસે દરેક જગ્યાએ પ્રેમની દુકાન છે.''

એક ટ્વિટર યુઝર અમિતાભ ચૌધરી (@MithilaWaala)એ લખ્યું, "કથિત રીતે રાહુલ ગાંધીને એક મિસ્ટ્રી ગર્લ સાથે ડિનર કરતા જોવામાં આવ્યા હતા અને પછી તેમની સાથે હોટેલમાં ગયા હતા. કોણ છે આ સિક્રેટ ગર્લ, પત્ની, ગર્લફ્રેન્ડ કે હની ટ્રેપ??? કોંગ્રેસ કહેતી હતી કે રાહુલ ગાંધી અમેરિકામાં છે તો બ્રિટનમાં શું કરે છે.

અન્ય એક ટ્વિટર યુઝર બાલા (@erbmjha) એ કહ્યું કે, "વિદેશી છોકરીને ડેટ કરીને રાહુલ ગાંધીએ 'બેટી બચાવો'ને સમર્થન આપ્યું છે. તેણે ઓછામાં ઓછી એક ભારતીય છોકરીનો જીવ બચાવ્યો છે.''

ટ્વિટર યુઝર મિસ્ટર સિન્હા (@MrSinha_)એ લખ્યું, "તો કથિત રીતે રાહુલ ગાંધીએ એક મિસ્ટ્રી ગર્લ સાથે ડિનર કર્યું, તેને હોટેલમાં લઈ ગયા.... કોણ છે આ સિક્રેટ વાઈફ કે ગર્લફ્રેન્ડ? શું તે અમેરિકામાં ન હતા? તે ક્યારે બ્રિટન પહોંચ્યા?''

જો કે હાલ આ તસવીર પર કોંગ્રેસના નેતાઓ તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.

(નોંધઃ વનઇન્ડિયા ગુજરાતી આ ફોટાની પુષ્ટિ કરતું નથી. આ સમાચાર ટ્વિટરના વાયરલ દાવાના આધારે લખવામાં આવ્યા છે.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X