For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં તણાવ વચ્ચે બોલ્યા સીએમ- 'આસામમાં ખોટી સૂચનાથી હાલાત બગાડવાની કોશિશ'

આસામમાં તણાવ વચ્ચે બોલ્યા સીએમ- 'આસામમાં ખોટી સૂચનાથી હાલાત બગાડવાની કોશિશ'

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ લોકસભા અને રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. જેને લઈ ઉત્તરપૂર્વી રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આસામની હાલાત સૌથી વધુ ખરાબ છે. જ્યાં આગામી 48 કલાક સુધી ઈન્ટરનેટ સેવા બંધ છે અને ભીડ ભગાવવા માટે પોલીસે ફાયરિંગ પણ કરવું પડ્યું છે.

assam

આ દરમિયાન આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે લોકોને શાતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હું આસામના તામમ લોકોને શાંતિ બનાવી રાખવાની અપિલ કરું છું. આ અમારી સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પરંપરા છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે હંમેશાની જેમ આસામના લોકો આગામી સમયમાં શાંતિ બનાવી રાખશે.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ખોટી સૂચના અને ભ્રામક પ્રચારના માધ્યમથી આસામમાં સ્થિતિને કેટલાક લોકોના સમૂહ બગાડવાની કોશિશ કરી રહ્યા છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે 10થી 15 મિલિયન લોકો આસામમાં નાગરિકતા લેશે. આ ખોટો પ્રોપેગેંડા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હું વિશ્વાસ અપાવવા માગું છું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બહુ સ્પષ્ટ રૂપે કહ્યું કે કેન્દ્ર આસામના લોકો માટે પત્ર અને ભાવનાના ખંડ 6ને લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી આસામના લોકોને રાજનૈતિક, સાંસ્કૃતિક રૂપે સંવૈધાનિક સુરક્ષા પ્રદાન કરી શકાય.

શું છે બિલ?

ખોટી સૂચના અને ભ્રામક પ્રચારના માધ્યમથી આસામમાં સ્થિતિને કેટલાક લોકોનો સમૂહ બગાડવાની કોશિશ કરી રહ્યો છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે 10થી 15 મિલિયન લોકો આસામમાં નાગરિકતા લેશે. આ ખોટો પ્રોપેગેંડા છે.

બિન મુસ્લિમ સમુદાયના લોકો જો એક વર્ષથી 6 વર્ષ સુધી ભારતમાં શરણાર્થી બનીને રહ્યા છે તોતેમને ભારતીય નાગરિકતા આપી દેવામાં આવશે. અગાઉ 11 વર્ષ રહેવા પર નાગરિકતા આપવામાં આવતી હતી. આ લોકો ગેરકાયદેસર પ્રવેસ્યા હોવા છતાં નાગરિકતા પ્રાપ્ત કરવાને હકદાર હશે.

સાથે જ બિલમાં નાગરિકતામાં મળવા માટે જે બેસ લાઈન છે, તે 31 ડિસેમ્બર 2014 રાખવામાં આવી છે. એટલે કે આ સમય અવધિ બાદ નાગરિકતા મળી જશે. જો કે આ બિલમાં ત્રણ દેશોથી આવેલ મુસ્લિમ શર્ણાર્થીઓને સામેલ કરવામાં નહિ આવે.

આસામ સરકારે લીધો મહત્વનો નિર્ણય, બે થી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરીઆસામ સરકારે લીધો મહત્વનો નિર્ણય, બે થી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી

English summary
section of people trying to make the situation aggravated says cm of assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X