For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચક્કાજામ માટે દિલ્લીમાં રાતોરાત વધારવામાં આવી સુરક્ષા, 50 હજાર પોલિસ ફોર્સ તૈનાત, જાણો દરેક અપડેટ

આજે શનિવાર (6 ફેબ્રુઆરી)એ ચક્કાજામને જોતા દિલ્લીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Chakka Jaam Delhi All Update Today: કૃષિ કાયદાના વિરોધમાં નવેમ્બર 2020થી આંદોલન કરી રહેલ ખેડૂત સંગઠનોએ આજે દેશભરમાં ચક્કાજામનુ એલાન કર્યુ છે. જો કે ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે દિલ્લી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામની યોજના નથી. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે દિલ્લીની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને ખેડૂતોની કહેલી વાત પર દિલ્લી પોલિસને ભરોસો નથી. માટે આજે શનિવાર (6 ફેબ્રુઆરી)એ ચક્કાજામને જોતા દિલ્લીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. રાતોરાત દિલ્લી પોલિસે દિલ્લીમાં સુરક્ષા વધારી દીધી છે. દિલ્લી પોલિસે કહ્યુ છે કે દિલ્લી-એનસીઆર વિસ્તારમાં દિલ્લી પોલિસ, પેરામિલિટ્રી અને રિઝર્વ ફોર્સના લગભગ 50 હજાર જવાન તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ ગરબડને જોતા દિલ્લીમાં કમસે કમ 12 મેટ્રો સ્ટેશનોને બંધ કરવામાં આવી શકે છે.

delhi police

દિલ્લીના આ વિસ્તારો હાઈ એલર્ટ પર

ન્યૂઝ એજન્સી એએનઆઈએ લાલ કિલ્લા, આઈટીઓ, ઈન્ડિયા ગેટ, રાજપથ, વિજય ચોક, સંસદ ભવન સહિત ઘણા વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાના ફોટા શેર કર્યા છે. સિંધુ બૉર્ડર, ગાઝીપુર બૉર્ડર અને ટીકરી બૉર્ડપ પર કાંટવાલા તારના બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સિધુ બૉર્ડર અને ગાઝીપુર બૉર્ડર પર વૉટર કેનન વાહનને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્લીના અક્ષરધામ, જંતર-મંતર, પ્રધાનમંત્રી આવાસ, ગૃહમંત્રી અને અન્ય કેન્દ્રીય વરિષ્ઠ મંત્રીઓના આવાસની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત માહોલ ખરાબ થવા પર સ્પેશિયલ સેલની SWAT ટીમને પણ ઈમરજન્સીની સ્થિતિમાં બોલાવવામાં આવી શકે છે.

હાઈ લેવલ બેઠકમાં દિલ્લી પોલિસને ચક્કાજામ માટે મળ્યા નિર્દેશ

26 જાન્યુઆરીએ ખેડૂત સંગઠનોએ આશ્વાસન આપવા છતાં પણ દિલ્લીમાં હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ. જેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલે દિલ્લી પોલિસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવ સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ચક્કાજામને જોતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે દિલ્લી પોલિસના બધા પ્રમુખ પ્રતિષ્ઠાનોની કડક સુરક્ષા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્લી પોલિસને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યુ છે કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા જેવી કોઈ ઘટના ફરીથી ન થાય. સંયુક્ત ખેડૂત મોરચાએ ચક્કાજામ કાર્યક્રમ વિશે માહિતી આપીને કહ્યુ છે કે તે દિલ્લી, યુપી અને ઉત્તરાખંડને છોડીને દેશભરમાં ત્રણ કલાક માટે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કરવામાં આવશે.

ખેડૂત આંદોલનના સપોર્ટમાં ફરીથી સામે આવી કમલા હેરિસની ભત્રીજીખેડૂત આંદોલનના સપોર્ટમાં ફરીથી સામે આવી કમલા હેરિસની ભત્રીજી

English summary
Security tight and heavy deployment of police personnel in Delhi due to Chakka Jaam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X