સીમા હૈદર સચિનને પ્રાઈવેટ ફોટો મોકલતી હતી, તપાસમાં ઘણા ચૌકાવનારા ખુલાસા

પાકિસ્તાનની 4 બાળકો સાથે ભારત પહોંચેલી સીમા હૈદરના એક પછી એક રાઝ ખુલી રહ્યા છે. પાકિસ્તાની જાસૂસ હોવાની શંકાના આધારે થઈ રહેલી પોલીસ તપાસમાં સીમાને લઈને ઘણા મોટા ખુલાસા થયા છે.

સીમાના દાવા અનુસાર, પબજીથી પ્રેમમાં પડીને નેપાળના રસ્તે તે ભારત પહોંચી હતી. જો કે પોલીસને તેની વાતો પર વિશ્વાસ નથી આવી રહ્યો ત્યારે પોલીસ તમામ એંગલથી તપાસ ચલાવી રહી છે.

હવે ચૌકાવનારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે આ લવ સ્ટોરીનો અહીં જ અંત આવી શકે છે. પોલીસ ટુંક સમયમાં વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલી શકે છે. ઉત્તર પ્રદેશના સ્પેશિયલ એડીજી પ્રશાંત કુમારે આ વાતના સંકેત આપ્યો છે.

બીજી તરફ એટીએસ એ વાત પરથી પરદો ઉઠાવવા સતત પ્રયત્ન કરી રહી છે કે સીમા હૈદર પ્રેમિકા છે કે પાકિસ્તાની જાસૂસ. સીમા હૈદર વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે UP ATSની તપાસમાં જાણવા મળ્યું છે કે સીમા હૈદરે સેનાના જવાનો સિવાય દિલ્હી અને નોઈડાના ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.

આ સિવાય સીમાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, સીમા હૈદરે સચિન સિવાય ઘણા લોકો સાથે વાતચીત કરી હતી. તે દિલ્હી નજીક રહેતા લોકોને શોધી રહી હતી. સીમાએ સ્વીકાર્યું કે તેણે સચિનને ​​પૂછ્યું હતું કેસ તે દિલ્હીથી કેટલા દૂર રહે છે?

અહેવાલ અનુસાર, સીમા હૈદરે પાકિસ્તાનથી સચિનને ​​પોતાની અંગત તસવીરો પણ મોકલી હતી. જણાવી દઈએ કે UPATS એ સચિન મીણા અને સીમા હૈદરની અલગ-અલગ પૂછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન એટીએસને જાણવા મળ્યું કે, સીમા અને સચિન વચ્ચેની મોટાભાગની વાતચીત રાત્રે 11 વાગ્યાની આસપાસ ઇન્ટરનેટ કોલ પર જ થતી હતી. વાતચીત દરમિયાન સીમાએ સચિનને ​​પૂછ્યું હતું કે તે દિલ્હીથી કેટલો દૂર રહે છે.

Seema Hyder

અહેવાલો અનુસાર, સચિને સીમાને કહ્યું હતું કે તે દિલ્હીથી માત્ર 40 થી 50 કિલોમીટર દૂર રહે છે. હવે એટીએસ સામે એ સવાલ છે કે સીમા માત્ર દિલ્હી આસપાસના લોકોને જ કેમ શોધી રહી હતી? એટીએસ સામે અન્ય એક સવાલ એ છે કે સચિને પ્રેમની વાત તેના પરિવાર અને મિત્રોથી કેમ છુપાવી?

સૂત્રો અનુસાર, પૂછપરછમાં સચિને જણાવ્યું કે, તેણે અને સીમાએ એકબીજાને ખૂબ જ ખાનગી તસવીરો મોકલી હતી. ATS એ સચિન અને સીમાને લગભગ 50 પ્રશ્નો પૂછ્યા હતા.

એટીએસ દ્વારા પુછવામાં આવેલા આ સવાલોના જવાબ બંનેએ અલગ-અલગ આપ્યા છે. આ સિવાય પોલીસે સીમાની મોટી દીકરીને પણ કેટલાક સવાલો કર્યા છે. એક ખુલાસો એ પણ થયો છે કે સીમાએ તેના બાળકોને કહ્યું હતું કે જો કોઈ તમારા પિતા વિશે પૂછે તો કંઈપણ ન કહવુ. આ સવાલો બાદ હવે સીમા સતત સવાલોમાં ઉલઝી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X