રામદેવ ભૂલ્યા મર્યાદા, કહ્યું-'મોટાભાગના કોંગ્રેસી સમલૈંગિક'
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: એકવાર ફરી યોગ ગુરુ બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. રામદેવે સમલૈગિંકતા પર કોંગ્રેસના નરમ વલણ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ જ્યારે તેઓ આ મામલે બોલી રહ્યા હતા, તો પોતે ભાષાની મર્યાદા ભૂલી ગયા.
બાબા રામદેવની જાણે જીભ લપસી અને તેમણે બોલી ઉઠ્યા કે 'મોટાભાગના કોંગ્રેસીઓ સમલૈસિંગ છે.' યોગ ગુરુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે 'લાગે છે મોટાભાગના કોંગ્રેસી નેતાઓ સમલૈંગિક છે, માટે તેઓ સજાતીય સંબંધોનું સમર્થન કરે છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે 2009માં આપેલા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદીયો આપી દીધો હતો અને સમલૈંગિકતાને ગૂના હેઠળ લાવી દીધું હતું. ત્યારબાદથી આ મુદ્દા પર દેશમાં ભારે ચર્ચા થઇ રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના ઘણા નેતાઓએ નિરાશાજનક બતાવ્યું હતું.












Click it and Unblock the Notifications
