ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મુંબઇઃ કાંદીવલીના હીરાનંદ ટાવરમાં આગ લાગી

મુંબઇઃ કાંદીવલીના હીરાનંદ ટાવરમાં આગ લાગી

કાંદિવલી વેસ્ટ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત હીરાનંદ ટાવરમાં ભીષણ આગ લાગી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 4 ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. હજુ સુધી કોઇપણ પ્રકારની જાનહાની વિશે માહિતી નથી મળી. ટાવરના 22મા માળે આગ લાગી છે.

કેજરીવાલને લાંબી જીભને કારણે કરાવવી પડી સર્જરી

કેજરીવાલને લાંબી જીભને કારણે કરાવવી પડી સર્જરી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તમે થોડાક સમય સુધી કંઈ પણ બોલતા નહી સાંભળી શકો. મંગળવારે બેંગલોરના નારાયણ હેલ્થ સિટીમાં તેમના ગળાનું ઓપરેશન થયું છે. તેમના ડોક્ટરના જણાવ્યા અનુસાર મોઢાના પ્રમાણમાં તેમની જીભ થોડી વધારે લાંબી થઈ ગઈ હતી.

પારિવારીક લડાઇ નહીં, રાજકિય વિવાદ છેઃ અખિલેશ

પારિવારીક લડાઇ નહીં, રાજકિય વિવાદ છેઃ અખિલેશ

ચાચા શિવપાલ અને ભત્રીજા અખિલેશ યાદવ વચ્ચે તૂ-તૂ મે-મે થઇ હતી. 2012માં સત્તા પર આવ્યા ત્યારથી જ સીએમ અખિલેશ અને ચાચા શિવપાલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે. ત્યારે મુલાયમ સિંહ યાદવે સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો.

જનધન ખાતાની પોલંપોલ આવી બહાર, 5000 સામે મળ્યા 400 રૂપિયા

જનધન ખાતાની પોલંપોલ આવી બહાર, 5000 સામે મળ્યા 400 રૂપિયા

પ્રધાનમંત્રી જનધન યોજનામાં ઓવરડ્રાફ્ટ આપવાની સર્વિસ ઘણી ઢીલી છે. નાણા મંત્રાલયના આંકડા મુજબ જ્યાં સુધી જનધન એકાઉન્ટ દ્વારા એકાઉન્ટ હોલ્ડર્સને કુલ 289 કરોડ રૂપિયા જ મળ્યાં છે. પ્રતિ એકાઉન્ટમાં 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટને બદલે સરેરાશ 400 રૂપિયાની ઓવરડ્રાફ્ટ રકમ આવે છે.

ગુડગાંવમાં શ્વાન માટે યુવતીએ મુરતિયો છોડ્યો

ગુડગાંવમાં શ્વાન માટે યુવતીએ મુરતિયો છોડ્યો

ગુડગાંવની યુવતી કિરણ વાલિયાએ એક યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો. કારણ કે આ યુવક અને તેના પરિવારજનોને શ્વાન પસંદ ન હતાં. આથી તે શ્વાનને છોડવા તેની ઉપર દબાણ કરી રહ્યો હતો. કિરણ અને યુવાન વચ્ચે ડોગ મુદ્દે થયેલી વ્હોટ્સઅપ ચેટ વાયરલ થઈ છે.

4000 સૈનિકો ખીણમાં ઉતારાયા

4000 સૈનિકો ખીણમાં ઉતારાયા

ત્રાસવાદીઓનો સફાયો કરવા અને દેખાવકારો પર લગામ કસવા માટે ઓપરેશન 'કામ ડાઉન' હાથ ધરવા માટે 4000થી વધુ સૈનિકો કાશ્મીર ખીણમાં ઉતારવામાં આવ્યા છે. તેમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ ઓછામાં ઓછો બળપ્રયોગ કરે.

કાવેરી જળ વિવાદને પગલે બે દિવસમાં બેંગલોરને 25,000 કરોડનો ફટકો

કાવેરી જળ વિવાદને પગલે બે દિવસમાં બેંગલોરને 25,000 કરોડનો ફટકો

કાવેરીના પાણી વિશે કર્ણાટક અને તમિલનાડુમાં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિમાં બેંગલુરુને રૂ, 25,000 કરોડનું નુકસાન થયું છે. હાલ હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે તેમ છતા ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો, ફ્લિપકાર્ટ અને અમેઝોને મંગળવારે બેંગલુરુમાં તેમની ઓફિસ બંધ રાખવી પડી હતી.

દુષ્કર્મના કેસમાં જેએનયૂના વિદ્યાર્થીની ધરપકડ

દુષ્કર્મના કેસમાં જેએનયૂના વિદ્યાર્થીની ધરપકડ

જેએનયૂના એક વિદ્યાર્થીની દુષ્કર્મના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. 26 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઇ છે. દિલ્હીના વસંદ કુંજ પોલીસે ફરિયાદના આધારે અજય સિંહની ધરપકડ કરી છે. અજયસિંહ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને જેએનયુમાં પીએચડી કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X