ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મદમસ્ત હાથી

મદમસ્ત હાથી

મંગળવારે ગૌહાટીના ટેટીલીયામાં દેપોરબીલના જંગલોમાં જંગલી હાથીઓ મસ્તીના અંદાજમાં કેમેરામાં કેદ થયા હતા.

મુંબઈમાં સારેગામા દ્વારા મ્યુઝીકલ એપ લોન્ચ

મુંબઈમાં સારેગામા દ્વારા મ્યુઝીકલ એપ લોન્ચ

સંગીત પ્રેમીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યાં છે. મુંબઈમાં મંગળવારે એક ઈવેન્ટમાં સારેગામા દ્વારા ક્લાસીકલ એપ લોન્ચ કરવામાં આવી. એપના લોન્ચીંગ સમારોહમાં મ્યુઝીક લીઝેન્ડ્સ એમ. બાલામુરલી કૃષ્ણા, પંડિત હરીપ્રસાદ ચૌરસીયા, પંડિત જસરાજ, અને ઉસ્તાદ અમજદ અલી ખાન જેવા દિગ્ગજો હાજર રહ્યાં હતા.

લેખક ગુલઝાર બુક લોન્ચીંગ કાર્યક્રમમાં

લેખક ગુલઝાર બુક લોન્ચીંગ કાર્યક્રમમાં

મુંબઈના થાણેમાં સ્થિત એક ઈવેન્ટ દરમ્યાન કવિ અને લેખક ગુલઝારે એક બુક લોન્ચ કરી હતી. તે દરમ્યાન તેમણે શાળાના બાળકો સાથે કેટલોક સમય પસાર કર્યો હતો.

ધોનીએ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઅલ સીક્યોરીટી ફોર્સના જવાનોને કર્યું સંબોધન

ધોનીએ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઅલ સીક્યોરીટી ફોર્સના જવાનોને કર્યું સંબોધન

મંગળવારે બીરસા મુંડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઅલ સીક્યોરીટી ફોર્સ(CISF)ના જવાનો માટે એક મોટીવેશનલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ ઈન્ડીયાના ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ઉપસ્થિત રહ્યાં હતા. અને જવાનોને પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું.

સીએમ કેજરીવાલે ડેંગ્યુને લઈને હોસ્પિટલમાં લીધી જાતમુલાકાત

સીએમ કેજરીવાલે ડેંગ્યુને લઈને હોસ્પિટલમાં લીધી જાતમુલાકાત

દેશભરમાં ડેંગ્યુના વધી રહેલા કહેરને લઈને દિલ્હીના CM કેજરીવાલે દિલ્હીની GTB હોસ્પિટલમાં જાત પરિક્ષણ કર્યું હતુ.

મદરેસા ટીચર્સે વ્યક્ત કર્યો વિરોધ

મદરેસા ટીચર્સે વ્યક્ત કર્યો વિરોધ

મંગળવારે કલકત્તામાં મદરેસા ટીચર્સે પોતાની લાંબા સમયની માંગોને લઈને વિરોધ પ્રદર્શીત કર્યો હતો. ટીચર્સે બેનર્સ લઈને રોડ-રસ્તા બ્લોક કરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

ગણેશોત્સવની ધુમ

ગણેશોત્સવની ધુમ

દેશભરમાં ગણેશોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નાગપુરમાં પણ વિવિધ પંડાલોમાં ભક્તજનો દ્વારા મૂર્તિ લઈ જવામાં આવી રહી હતી.

સોમનાથ ભારતી શ્વાન સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન

સોમનાથ ભારતી શ્વાન સાથે પહોંચ્યા પોલીસ સ્ટેશન

આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીના મામલે ગઈકાલે નાટકીય વળાંક આવ્યો હતો. તેઓ ગઈકાલે પોતાના શ્વાન સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X