Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કાશીમાં પીએમ મોદીએ ગરીબી પર કર્યો વાર

કાશીમાં પીએમ મોદીએ ગરીબી પર કર્યો વાર

આજે પીએમ મોદી ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. તેમણે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમ્યાન તેમણે રીક્શા ચાલકોને રીક્શાની વહેંચણી પણ કરી હતી. તેમણે અહીં પોતાના એક સંબોધનમાં ગરીબી પર વાત કરી હતી. અને જણાવ્યું હતુ કે તેમના જીવનમાં બદલાવ માટે માત્ર વાતો કરવાની જગ્યાએ કોઇ ચોક્કસ પગલા ભરવાની જરૂર છે.

બાહુબલી પ્રધાન રાજાભૈયાની મુશ્કેલીમાં વધારો

બાહુબલી પ્રધાન રાજાભૈયાની મુશ્કેલીમાં વધારો

ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાની મુશ્કેલીઓમાં વધારાના સમાચાર મળી રહ્યાં છે. કોર્ટે રાજાભૈયાને સીઓ જિયાઉલ હકની હત્યાના મામલે તલબ કર્યા છે.

સોમનાથ ભારતીએ બે વખત પત્નીની હત્યાની કોશિષ કરી છે

સોમનાથ ભારતીએ બે વખત પત્નીની હત્યાની કોશિષ કરી છે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતી પર કાયદાનો ગાળિયો વધુ કસાઇ રહ્યો છે. ડોમેસ્ટીક વાયોલન્સના કેસમાં ઘેરાયેલા સોમનાથ ભારતીને લઇને પોલીસે ખુલાસો કરતા જણાવ્યું છેકે તેમણે તેમની પત્ની લિપીકા મિત્રાની બે વખત હત્યા કરવાની કોશિષ કરી છે.

રવિ શાસ્રી કોચ ના હોવા છતા કોચ?

રવિ શાસ્રી કોચ ના હોવા છતા કોચ?

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને કમેન્ટર રવિ શાસ્ત્રી ભલે આધિકારીકરૂપે ટીમ ઇન્ડીયાના કોચ ન હોય પણ તેમની ભૂમિકા કોચ કરતા ઓછી પણ નથી. જી હા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના રાજીવ શુક્લાએ આમ જણાવ્યું છે.

બ્રિટીશ સેનાની મદદના હેતુથી ધોની ઉઠાવશે બેટ

બ્રિટીશ સેનાની મદદના હેતુથી ધોની ઉઠાવશે બેટ

ટીમ ઇન્ડીયાના વન ડે કેપ્ટન અને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની બ્રિટીશ આર્મીની મદદ માટે આગળ આવ્યા છે. કેપ્ટન ધોનીએ લંડનની ઓવલ ક્રિકેટ ફોર હિરોઝ માટે ચેરીટી મેચ રમવાનો નિર્ણય કર્યો છે.

19 સપ્ટેમ્બરે ત્રણ રાજ્યોમાં થશે આફતનો વરસાદ

19 સપ્ટેમ્બરે ત્રણ રાજ્યોમાં થશે આફતનો વરસાદ

જો હવામાન વિભાગનું માનીએ તો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે આ અંગે અલર્ટ જાહેર કરી દીધુ છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી 19 અને 20 તારીખે ગુજરાતમાં ધોધમાર વરસાદ થશે. તો મહારાષ્ટ્રના વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનના ઘરે ગજાનન

બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનના ઘરે ગજાનન

દેશભરમાં જ્યાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યાં જ બોલીવુડ એક્ટ્રેસ રવિના ટંડનના ઘરે પણ ગજાનનનું સ્થાપન કરવામાં આવ્યું છે.

નાનાના ઘરે પણ ગણેશ સ્થાપન

નાનાના ઘરે પણ ગણેશ સ્થાપન

બોલીવુડ સ્ટાર નાના પાટેકર પણ દરેક વર્ષે પોતાના ઘરે ગણપતિ સ્થાપન કરે છે. અને ગણેશોત્સવ દરમ્યાન પ્રભુ ભક્તિમાં લીન રહે છે.

નિતીન ગડકરી પણ બન્યા ગણેશમયી

નિતીન ગડકરી પણ બન્યા ગણેશમયી

ગણેશોત્સવમાં હરકોઈ જ્યારે લીન થયા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ પણ પરિવારના સભ્યો સાથે મળીને વિનાયકનું સ્થાપન કર્યું હતું.

માસ્ટર બ્લાસ્ટર સચીન પણ રંગાયા ભક્તિના રંગે

માસ્ટર બ્લાસ્ટર સચીન પણ રંગાયા ભક્તિના રંગે

સામાન્ય માણસ હોય કે નેતા, અભિનેતા ગણેશોત્સવ દરમ્યાન ગણેશભક્તિમાં વ્યસ્ત છે. ત્યારે માસ્ટરબ્લાસ્ટર સચિને પણ તેમના ઘરે પરિજનો સાથે મળીને એકદંતનું સ્થાપન કરી પૂજન અર્ચન કર્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસે કર્યું ગણપતિ પૂજન

દેવેન્દ્ર ફડણવીસે કર્યું ગણપતિ પૂજન

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવને લઈને ઘણો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ પરિજનો સાથે મળીને ગણપતિ પૂજન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X