For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પોલીસની બેરહમી, સીએમે કર્યા સસ્પેન્ડ

પોલીસની બેરહમી, સીએમે કર્યા સસ્પેન્ડ

ઉત્તરપ્રદેશની પોલીસ પર યુનિફોર્મનો નશો કઇ હદ સુધી છે, તેનો અંદાજો આ ઘટના પરથી આપ લગાવી શકશો. એક 65 વર્ષીય ગરીબ ટાઇપ રાયટરના ટાઇપરાયટરને પોલીસે લાત મારીને ફેંકી દીધુ હતુ. આ દમનની તસવીરો જ્યારે સોશ્યિલ મિડીયા પર વાઇરલ થઇ અને રાજ્યના સીએમના ધ્યાનમાં આવી ત્યારે સીએમે કડક પગલા ભરતા આ પોલીસમેનને સસ્પેન્ડ કરી દીધો.

આગામી મેચ માટે ટીમ ઇન્ડીયાનું એલાન

આગામી મેચ માટે ટીમ ઇન્ડીયાનું એલાન

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની આગામી મેચ માટે ટીમ ઇન્ડીયાનું એલાન કરી દેવામાં આવ્યું છે. બીસીસીઆઈના સેક્રેટરી અનુરાગ ઠાકુરે ટી-20 અને વનડે બંને માટે ટીમ ઇન્ડીયાનું એલાન કરી દીધુ છે. જેમાં હરભજન સિંહને ટી-20 માટે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જો કે વન ડે ટીમમાં તેમને સ્થાન નથી આપવામાં આવ્યું. વન-ડે અને ટી-20ની કમાન ધોનીને સોપવામાં આવી છે. ટીમમાં કેટલાક નવા ચેહરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

પીએમે મનની બાતમાં કર્યો વિપક્ષ પર અપરોક્ષ વાકપ્રહાર

પીએમે મનની બાતમાં કર્યો વિપક્ષ પર અપરોક્ષ વાકપ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મનની વાત કરતા વિપક્ષ પર અપરોક્ષ રીતે વાકપ્રહાર કર્યો હતો. પીએમે રેડિયોની તાકાત લોકો સમક્ષ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું મન કી બાત દ્વારા એ કામ થયા જેની લોકોએ અપેક્ષા પણ ન હોતી કરી. તો આ અંગે કોંગ્રેસ નેતા રાજ બબ્બરે કહ્યું કે પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ લેમનજ્યુસ છે.

મુફ્તી મહોમ્મદ સઇદે ઉઠાવ્યો ચાનો લુફ્ત

મુફ્તી મહોમ્મદ સઇદે ઉઠાવ્યો ચાનો લુફ્ત

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બક્શી સ્ટેડિયમમાં પોલીસ પબ્લિક મેળો 2015 લાગેલો છે. જેમાં જમ્મુ કાશ્મીરના સીએમ મુફ્તી મહોમ્મદ સઇદ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક સ્ટોલ પર ચાનો સ્વાદ માણ્યો હતો.

રમત જગતના બે સ્ટાર્સ એક મંચ પર

રમત જગતના બે સ્ટાર્સ એક મંચ પર

શનિવારે બેંગ્લોરમાં આયોજીત એક ઇવેન્ટમાં ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એક મંચ પર હાજરી આપી હતી. બેંગ્લોરમાં સ્પોર્ટ્સ વેરના એક શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં તેમણે હાજરી આપી હતી.

ગણેશોત્સવની ધૂમ

ગણેશોત્સવની ધૂમ

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે. તો ક્યાક ગણેશ વિસર્જન પણ થઈ રહ્યાં છે. ચેન્નાઈમાં ગણેશ ભક્તોએ નાચતે ગાતે દરિયામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતુ.

શિલ્પા શેટ્ટીએ કર્યું ગણેશ વિસર્જન

શિલ્પા શેટ્ટીએ કર્યું ગણેશ વિસર્જન

અન્ય બોલીવુડ સ્ટાર્સની જેમ શિલ્પા શેટ્ટીએ પણ ગણેશ સ્થાપન કર્યું હતુ. શિલ્પા શેટ્ટીએ તેના પતિ, બાળક અને પરિજનો સાથે ધામધૂમથી ગણેશ વિસર્જન કર્યું હતુ.

IAF ફાઇટર પ્લેનનું અદભૂત પ્રદર્શન

IAF ફાઇટર પ્લેનનું અદભૂત પ્રદર્શન

વર્ષ 1965ના ભારત પાક યુદ્ધની ગોલ્ડન જ્યુબલી સેલીબ્રેશેનના ભાગ રૂપે નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં IAF ફાઇટર પ્લેનના પાઇલટ્સે અદભૂત હવાઈ પ્રદર્શન કર્યું હતુ.

ભારત પાક યુદ્ધના પ્રદર્શનની મુલાકાત લીધી રાષ્ટ્રપતિએ

ભારત પાક યુદ્ધના પ્રદર્શનની મુલાકાત લીધી રાષ્ટ્રપતિએ

નવી દિલ્હીમાં 1965ના ભારત પાક યુદ્ધને લઈને એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વીરોની યાદમાં આયોજીત આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

English summary
September 20: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X