ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સોમનાથ ભારતીની ધરપકડના ભણકારા

સોમનાથ ભારતીની ધરપકડના ભણકારા

ડોમેસ્ટીક વાયોલન્સના કેસમાં દિલ્હીની આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટે તેમની જામીન અરજીને નકારી કાઢી છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઇ શકે છે.

યુવતીઓ જીન્સ-ટી શર્ટ અને મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે

યુવતીઓ જીન્સ-ટી શર્ટ અને મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર અને સહારનપુરના 10 ગામમાં યુવતીઓને જીન્સ-ટી શર્ટ પહેરવા અને મોબાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પંચાયતનો તર્ક છેકે આમ કરવાથી છોકરીઓ વિરૂદ્ધ થઇ રહેલા અપરાધોને રોકી શકાશે.

શિવસેનાએ ઓવૈસીને કહ્યાં ઝેર

શિવસેનાએ ઓવૈસીને કહ્યાં ઝેર

શિવસેનાએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી દીધી છે. શિવસેના બિહાર ચૂંટણી જંગમાં 150 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. ચૂંટણી સમરમાં જંપ લાવતાની સાથે જ શિવસેનાએ અસાઉદ્દીન ઓવૈસી વિરૂદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે.

રોહિત શર્મા હવે ઓલરાઉન્ડર કહેવાશે

રોહિત શર્મા હવે ઓલરાઉન્ડર કહેવાશે

બાંગ્લાદેશની ટુર દરમ્યાન ભયાનક રીતે ફ્લોપ ગયેલા રોહિત શર્મા ઘણી આલોચનાનો સામનો કરી ચૂક્યા છે. જો કે તેઓ આગામી મહિને સાઉથ આફ્રીકા સિરીઝ માટે સીલેક્ટ થઇ ગયા છે. પણ હવે પ્રેકટીસ દરમ્યાન તેઓ એક ઓલરાઉન્ડરના રૂપમાં જોવા મળી રહ્યાં છે.

દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર

દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર

દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા રામભરોસે છે. પાંચ વર્ષની બાળકી હોય કે પછી 50 વર્ષની આધેડ મહિલા, દિલ્હીમાં કોઇ સુરક્ષિત ન હોવાના અહેવાલો સમાચારોમાં મળ્યા કરે છે. ત્યારે આજે વધુ એક પાંચ વર્ષની માસૂમ બાળકીને પાડોશીએ પોતાની હવસનો શિકાર બનાવી છે.

માયાવતીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ

માયાવતીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ

ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતુ. પ્રેસ વાર્તા દરમ્યાન તેમણે અનેક મુદ્દે વાતચીત કરી હતી.

પંજાબના ભટીંડામાં ખેડુતોના ધરણા

પંજાબના ભટીંડામાં ખેડુતોના ધરણા

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. છેલ્લા લાંબા સમયથી દેશના કિસાનો કોઇને કોઇ આફતોને લઇને નુકસાન સહન કરી રહ્યાં છે. ત્યારે પંજાબમાં ભટીંડાના ખેડુતોએ લાંબા સમયથી ચાલી આવતી માંગોને લઇને ધરણા પ્રદર્શન કર્યા હતા.

કરીનાએ ઉજવ્યો જન્મદિવસ

કરીનાએ ઉજવ્યો જન્મદિવસ

કરીના કપૂર ખાને ગઇકાલે પટોડી પેલેસ ખાતે પોતાનો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો. આ સેલીબ્રેશનમાં અનેક બોલીવુડ સ્ટાર્સ હાજર રહ્યાં હતા.

ડિમ્પલ કપાડિયાએ કર્યું ગણેશ વિસર્જન

ડિમ્પલ કપાડિયાએ કર્યું ગણેશ વિસર્જન

દેશભરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે અન્ય સ્ટાર્સની જેમ ડિમ્પલ કપાડિયાએ પણ ગણેશ સ્થાપન કર્યું હતુ, ગઇકાલે પરિજનો અને મિત્રોની હાજરીમાં તેમણે પણ ગણેશ વિસર્જન કર્યું હતુ.

બોલીવુડ અભિનેત્રી ભાગ્ય શ્રીએ કર્યું ગણેશ વિસર્જન

બોલીવુડ અભિનેત્રી ભાગ્ય શ્રીએ કર્યું ગણેશ વિસર્જન

ફિલ્મ મેને પ્યાર કિયાની અભિનેત્રી ભાગ્ય શ્રીએ પણ ગણેશ સ્થાપન કર્યું હતુ. ગઇકાલે પરિજનો સાથે મળીને ભાગ્ય શ્રીએ પણ ગણેશ વિસર્જન કર્યું હતું.

અક્ષય કુમારે કર્યું સીંગ ઇઝ બ્લીંગનું પ્રમોશન

અક્ષય કુમારે કર્યું સીંગ ઇઝ બ્લીંગનું પ્રમોશન

ગઈકાલે ગુડગાંવમાં એક કાર્યક્રમમાં અક્ષય કુમારે આગામી ફિલ્મ સીંગ ઇઝ બ્લીંગનું પ્રમોશન કર્યું હતુ. આ અવસરે ફિલ્મની હીરોઇન એમી જેક્શન પણ હાજર રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X