પીએમ મોદીએ ટ્વીટ કરીને બકરી ઇદની પાઠવી શુભચ્છાઓ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પીએમ મોદીએ ટ્વીટ કરીને બકરી ઇદની પાઠવી શુભચ્છાઓ

પીએમ મોદીએ ટ્વીટ કરીને બકરી ઇદની પાઠવી શુભચ્છાઓ

દેશભરમાં આજે કુરબાનીનું પર્વ બકરી ઇદ-ઇદ-ઉલ-જુહા ધાર્મિક આસ્થા અને ખુશીની સાથે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશ અને દુનિયાના તમામ મુસ્લીમ બિરાદરોને ટ્વીટ કરીને બકરીઇદની શુભેચ્છાઓ પાઠવી છે.

મક્કામાં 14 ભારતીયોના માતો, 13 ઘાયલ

મક્કામાં 14 ભારતીયોના માતો, 13 ઘાયલ

બકરી ઇદ પહેલા જ ગુરૂવારના રોજ સાઉદી અરબના મક્કા શહેરમાં મીનામાં મચેલી ભગદડમાં 717 લોકોના મોત થયા છે. જેમાં 14 ભારતીયોનો સમાવેશ થાય છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને આ અંગે પુષ્ટી કરી છે.

બિહારમાં 40 દિવસમાં 600 રેલી કરશે ભાજપ

બિહારમાં 40 દિવસમાં 600 રેલી કરશે ભાજપ

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારનો વેગ વધારી દીધો છે. હાલમાં જનસંપર્ક તો ફુલ ગીઅરમાં છે. તેવામાં સમાચાર મળી રહ્યાં છેકે આગામી 40 દિવસમાં પક્ષ દ્વારા 600 રેલી કરવામાં આવશે. ખાસ વાત એ રહેશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રચારના સ્ટાર પ્રચારક હશે.

હંગામા બાદ દિલ્હી રણજી ટીમમાં ઇશાંતનો સમાવેશ

હંગામા બાદ દિલ્હી રણજી ટીમમાં ઇશાંતનો સમાવેશ

આખરે ઘણાં હંગામા બાદ દિલ્હીની રણજી ટીમમાં ઇશાંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છેકે પહેલા એવી ખબર હતી કે ઇશાંતની વર્તણુકના કારણે તેને દિલ્હી રણજી ટીમમાં સ્થાન નથી આપવામાં આવ્યું.

ગાંગુલી બન્યા CAB અધ્યક્ષ, મમતાએ કહ્યું મારો કોઇ હાથ નહીં

ગાંગુલી બન્યા CAB અધ્યક્ષ, મમતાએ કહ્યું મારો કોઇ હાથ નહીં

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને CAB અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. ગુરૂવારે સાંજે આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ અંગે ઔપચારિક એલાન કરી દીધુ હતુ.

મોદીના ગુરૂ સ્વામી દયાનંદ સરસ્વતીના અંતિમ દર્શન માટે જશે રજનીકાંત

મોદીના ગુરૂ સ્વામી દયાનંદ સરસ્વતીના અંતિમ દર્શન માટે જશે રજનીકાંત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરૂ દયાનંદ સરસ્વતીનું લાંબી માંદગી બાદ બુધવારે રાત્રે નિધન થયું છે. આજે ઋષિકેશના શીશમઝાડી આશ્રમમાં તેમને ભૂ-સમાધિ આપવામાં આવશે. આ દરમ્યાન મોટી ખબર એ મળી રહી છેકે સુપરસ્ટાર રજનીકાંત પણ સ્વામી દયાનંદ સરસ્વતીના અંતિમ દર્શન માટે ઋષિકેશ પહોંચવાના છે.

ઐશ્વર્યા રાય બચ્ચન દિકરી સાથે પહોંચી સિદ્ધિ વિનાયક

ઐશ્વર્યા રાય બચ્ચન દિકરી સાથે પહોંચી સિદ્ધિ વિનાયક

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના ગણપતિ બાપ્પા પ્રત્યે બોલીવુડ સ્ટાર્સને ગજબની શ્રદ્ધા છે. ગઈકાલે બોલીવુડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઇ સ્થિત સિદ્ધિ વિનાયકના મંદિરે દિકરી આરાધ્યા સાથે શિશ ઝૂકાવ્યું હતુ.

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ગાંધીજીની પ્રતિમાનું કર્યું અનાવરણ

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ગાંધીજીની પ્રતિમાનું કર્યું અનાવરણ

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ITM યુનિવર્સીટી ખાતે દેશના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ.

અનામત પેકેજની જાહેરાત બાદ ભાજપના કાર્યકર્તાઓએ કરી ઉજવણી

અનામત પેકેજની જાહેરાત બાદ ભાજપના કાર્યકર્તાઓએ કરી ઉજવણી

ગઇકાલે આનંદીબહેન પટેલે અનામત પેકેજની જાહેરાત કર્યા બાદ ઠેરઠેર ખુશીનો માહોલ હતો. આ પેકેજને વધાવી લેતા સુરતમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

"કીસ કીસ સે પ્યાર કરૂં" પર સાનિયાએ કરી વાત

પ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ "કીસ કીસ સે પ્યાર કરૂં"નું સ્પેશિયલ પ્રિવ્યુ રાખવામાં આવ્યું હતુ. આ મૂવી અંગે સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાનિયા મિર્ઝાએ મિડીયા સાથે વાતચીત કરી હતી.

ધોની અને અન્ય ક્રિકેટર્સે જોઇ

ધોની અને અન્ય ક્રિકેટર્સે જોઇ "કીસ કીસ સે પ્યાર કરૂં"

બેંગ્લોરમાં કોમેડીયન કપીલ શર્માની મૂવીનું સ્પેશ્યિલ પ્રિવ્યુ રાખવામાં આવ્યું હતુ. "કીસ કીસ સે પ્યાર કરૂં"ના સ્પેશ્યિલ પ્રિવ્યુને ધોની અને અન્ય ક્રિકેટર્સે પણ માણ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X