ભાભી નશીલી દવા આપી પ્રેમીના મિત્રો સાથે કરાવતી હતી બળાત્કાર

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ભાભી નશીલી દવા આપી પ્રેમીના મિત્રો સાથે કરાવતી હતી બળાત્કાર

ભાભી નશીલી દવા આપી પ્રેમીના મિત્રો સાથે કરાવતી હતી બળાત્કાર

દુષ્કર્મનો વધુ એક કિસ્સો ઉત્તરપ્રદેશના ફરૂખાબાદમાં બન્યો છે. જેમાં સગી ભાભી જ ભત્રીજીને નશીલી દવાઓ આપીને પોતાના પ્રેમીના મિત્રો દ્વારા બળાત્કાર કરાવતી હતી. આ ઘટનાએ સંબંધોને તારતાર કરી દીધા છે. આ સગીરા 9 ધોરણની છાત્રા છે. જે લગભગ એક વર્ષથી પોતાના કાકાના ઘરે અભ્યાસ માટે રહેતી હતી.

દિલ્હીની યુવતી સાથે જયપુરની એક હોટેલમાં 24 કલાકમાં 27 લોકોએ કર્યો બળાત્કાર

દિલ્હીની યુવતી સાથે જયપુરની એક હોટેલમાં 24 કલાકમાં 27 લોકોએ કર્યો બળાત્કાર

દિલ્હીની એક યુવતી સાથે જયપુરમાં સામુહિક બળાત્કારની ઘટનાથી સનસની મચી ગઈ છે. આ ઘટનામાં યુવતી સાથે 24 કલાકમાં 27 લોકોએ બળાત્કાર કર્યો હોવાની ચોંકવનારી હકીકતો પ્રાપ્ત થઈ રહી છે. યુવતી બળાત્કારીઓની ચુંગાલમાંથી છટકીને દિલ્હીના મંગોલપુરી પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે પોતાની આપવિતી જણાવી હતી.

પાંચ નક્સલીઓ ઝડપાયા

પાંચ નક્સલીઓ ઝડપાયા

છત્તીસગઢના બાલારામપુરમાંથી એક લાંબી મૂઠભેડ બાદ પોલીસે પાંચ નક્સલીઓની ધરપકડ કરી હતી. આ નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે .

નાગપુરમાં દહીં હાંડી

નાગપુરમાં દહીં હાંડી

નાગપુરમાં રવિવારે જન્માષ્ટમી મહોત્સવના દહીં હાંડી કાર્યક્રમમાં મટકી ફોડવા માટે ગોવિંદાઓ દ્વારા પીરામીડ બનાવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો.

ગુજરાતના સુરતમાં પણ દહીં હાંડીનો ઉત્સવ

ગુજરાતના સુરતમાં પણ દહીં હાંડીનો ઉત્સવ

ગુજરાતનું સુરત મુંબઈને અડીને આવેલું છે. અહીં પણ દહીં હાંડીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રવિવારે ગોવિંદાઓ દ્વારા સુરતમાં પણ દહીં હાંડીનો ઉત્સવ ઉજવાયો હતો.

મુંબઈમાં ગોવિંદા ઘાયલ

મુંબઈમાં ગોવિંદા ઘાયલ

મુંબઈમાં દહીં હાંડીના ઉત્સવનું ઘણું મહત્વ છે. જન્માષ્ટમી દરમ્યાન મુંબઈમાં અનેક સ્થળે દહીં હાંડીના કાર્યક્રમોનું આયોજન થાય છે. એક કાર્યક્રમ દરમ્યાન ગોવિંદા ઘવાયા હતા, અને ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.

ઝારખંડના CM રઘુબર દાસે પણ ભાગ લીધો જન્માષ્ટમી મહોત્સવમાં

ઝારખંડના CM રઘુબર દાસે પણ ભાગ લીધો જન્માષ્ટમી મહોત્સવમાં

રાજા હોય કે રંક, હોય નેતા કે આમ આદમી, સૌ કોઈ ભગવાન આગળ નાનો જ હોય છે. ઝારખંડના CM રઘુબર દાસે પણ રાંચીમાં આયોજીત એક દહીં હાંડીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ગણેશ મહોત્સવની તૈયારી

ગણેશ મહોત્સવની તૈયારી

ભારત ઉત્સવોનો દેશ છે. જન્માષ્ટમી બાદ હવે લોકો ગણેશ મહોત્સવની તૈયારીઓમાં લાગી ગયા છે. ચેન્નાઈમાં પણ ગણેશ મૂર્તિઓ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રવિવારે એક મહિલા ગણેશ મૂર્તિને આખરી ઓપ આપતી નજરે પડી હતી.

આસામમાં હજી પણ પૂરની સ્થિતિ યથાવત

આસામમાં હજી પણ પૂરની સ્થિતિ યથાવત

આસામના નાગાઁવ જિલ્લાના કોઠારી ગામના લોકો પૂરથી બચવા માટે અન્ય સ્થળે સ્થળાંતર કરી રહ્યાં છે. કોઠારી ગામના લોકો રવિવારે બોટ દ્વારા અન્ય સ્થળે સ્થળાંતર કરી રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X