For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 દિવસથી નિર્મલાજીની સીરિયલ ચાલી રહી છે, પલ્લે કોઈને નથી પડી રહીઃ CM બઘેલ

નાણામંત્રી નિર્મલા સીતારમણની સતત ત્રીજા દિવસે પ્રેસ કૉન્ફરન્સ બાદ હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સરકાર પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંકટ વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના રાહત પેકેજનુ એલાન કર્યુ હતુ. આ પહેલા, બીજા અને ત્રીજા ફેઝની માહિતી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આપી ચૂક્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની સતત ત્રીજા દિવસે પ્રેસ કૉન્ફરન્સ બાદ હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યુ કે છેલ્લા 3 દિવસથી નિર્મલાજી અને અનુરાગજીની ધારાવાહિક ચાલી રહી છે.

નિર્મલાજી અને અનુરાગજીની સીરિયલ ચાલી રહી છે

નિર્મલાજી અને અનુરાગજીની સીરિયલ ચાલી રહી છે

ભૂપેશ બઘેલે કહ્યુ, 'જ્યારે માનનીય પ્રધાનમંત્રીએ 20 લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા કરી તો બહુ આશા હતી કે સીધુ સીધુ તે શું શું આપી છે, કયા કયા વર્ગ માટે તે તરત જ ખબર પડી જશે. પરંતુ 3 દિવસથી નિર્મલાજી અને અનુરાગજીની સીરિયલ ચાલી રહી છે. રોજ એક એક વર્ગ વિશે એક એક કલાક હિંદી, અંગ્રેજીમાં બંનેમાં સમજાવી રહ્યા છે પરંતુ કોઈના પલ્લે નથી પડી રહ્યુ. હું તો સમજુ છુ કે આ સીરિયલ જે દિવસ ખતમ થઈ જાય એ પછી જ કોઈ પ્રતિક્રિયા આપવી યોગ્ય ગણાશે.'

'અભી પિક્ચર બાકી હે મેરે દોસ્ત'

જ્યારે બઘેલને પૂછવામાં આવ્યુ કે પિક્ચર ક્લિયર નથી? તેના પર તેમણે કહ્યુ, 'અભી પિક્ચર બાકી હે મેરે દોસ્ત' ત્યારબાદ તેમણે રેલમંત્રી પિયુષ ગોયલના નિવેદન સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે ઘણા રાજ્ય ટ્રેનોને અનુમતિ નથી આપી રહ્યા. તો આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી બઘેલે કહ્યુ, 'અમે 30 ટ્રેનો માટે રેલ વિભાગને આવેદન આપી દીધુ છે અને જેમ જેમ તે ઉપલબ્ધ થઈ રહી છે. તે આપી રહ્યા છે. પરંતુ તે વરિષ્ઠ મંત્રી થઈને ખોટુ બોલી રહ્યા છે, મે પિયુષ ગોયલજી પાસે આવી આશા નહોતી રાખી. આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે તે દેશના ઉચ્ચ સ્થાને બેસીને આવા નિવેદન આપશે, મને આવી આશા નહોતી.'

જે પણ ઘટનાઓ બની રહી છે તેના માટે ભારત સરકાર જવાબદાર

જે પણ ઘટનાઓ બની રહી છે તેના માટે ભારત સરકાર જવાબદાર

તેમણે કહ્યુ, 'અમે છત્તીસગઢમાં મજૂરો પર પૂરુ ધ્યાન આપી રહ્યા છે. અમારી સીમાઓમાં અમે લોકોને બીજા રાજ્યના લેબર માટે પણ રાશન, પાણી અને તેમના રાજ્યની સીમા સુધી છોડવા માટે વ્યવસ્થા કરી આપી છે. પરંતુ ભારત સરકારને આનુ અનુમાન હોવુ જોઈતુ હતુ કે આ લેબર ક્યાં જશે. અમે બસ ટ્રકની વ્યવસ્થા કરી છે. જો સરકારે શ્રમિકો માટે છૂટ આપી તો શું તેમને આશા નહોતી. પહેલા તેમણે કહ્યુ હતુ ક બસથી લઈ જાવ પરંતુ હજાર કિલોમીટર બે હજાર કિલોમીટર કોઈ કેવી રીતે લઈ જશે. રોડ અકસ્માતની સંભાવના છે અને ભોજન વ્યવસ્થાની પણ ચિંતા છે. સમજ્યા વિચાર્યા વિના સીમાઓ ખોલી દીધી, તો આ અફડાતફડી માટે ભારત સરકાર જવાબદાર છે. સંક્રમણ કાળના બધા દિશા નિર્દેશ ભારત સરકાર તરફથી આવી રહ્યા છે, તો જે પણ ઘટના બની રહી છે તેના માટે એ જ જવાબદાર છે. લાખો શ્રમિક જે રસ્તાપર ચાલી રહ્યા છે, પગમાં છાલા પડી ગયા છે, બેલ સાથે જોતરાયા છે, સૂટકેસમાં બાળકો લટકીને જઈ રહ્યા છે, તેના માટે કોઈ બીજુ જવાબદાર નથી. તેના માટે તો ભારત સરકાર જવાબદાર છે.' વળી, રાજ્યોને પેકેજ મળવાના સવાલ પર તેમણે કહ્યુ કે હજુ તો સીરિયલ આવવા દો, ત્યારે જોઈએ અમારા રાજ્યોને શું મળે છે, હજુ તો રાજ્યોને કંઈ મળ્યુ નથી.

Cyclone Amphan: કોરોના વચ્ચે ઓરિસ્સામાં ચક્રવાતી તોફાનનો ખતરો, એલર્ટ જારીCyclone Amphan: કોરોના વચ્ચે ઓરિસ્સામાં ચક્રવાતી તોફાનનો ખતરો, એલર્ટ જારી

English summary
serial of nirmala ji and anurag ji is going on over 20 lakh crore rupees package said chhattisgarh cm bhupesh baghel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X