For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સેક્સ એજ્યુકેશનના કારણે વધી રહ્યાં છે ગુન્હા'

By Super
|
Google Oneindia Gujarati News

satyapal-singh
મુંબઇ, 15 જાન્યુઆરીઃ દિલ્હી સામુહિક બળાત્કારની ઘટના બાદથી વિવાદિત નિવેદનોનો દોર યથાવત છે. તાજુ નિવેદન મુંબઇ પોલીસ કમિશનર સત્યપાલ સિંહનું છે. તેમનું કહેવું છે કે, સેક્સ એજ્યુકેશનના કારણે મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓ વધી રહ્યાં છે.

સિંહે જણાવ્યા પ્રમાણે જે દેશોમાં સેક્સ એજ્યુકેશન સિલેબસમાં સામેલ છે, ત્યાં મહિલાઓ વિરુદ્ધના ગુન્હા વધારે છે, તેથી આપણે સેક્સ એજ્યુકેશન પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂરત છે. અમેરિકાનું ઉદાહરણ આપતાં સિંહે કહ્યું કે, ત્યાં સેક્સ એજ્યુકેશન સિલેબસનો ભાગ છે, પરંતુ ત્યાં છાત્રોને માત્ર સેક્સુઅલ રિલેશન બનાવવાનું શિખવવામાં આવે છે, તેથી મહિલાંઓ વિરુદ્ધના ગુન્હા વધે છે. સેક્સ એજ્યુકેશનને લઇને આપણે સમજી-વિચારીને આગળ વધવાની જરૂરત છે. તેમણે આ વાત મહિલાઓની સુરક્ષા પર આયોજિત એક કાર્યક્રમમાં કહી છે.

સિંહે એક સર્વેનો હવાલો આપતા કહ્યું કે, સ્મોકિંગ કરતા સામાન્ય છે બળાત્કાર, સ્કૂલોમાં નૈતિકતાના પાઠ ભણાવવા જરૂરી છે, જ્યારે તેની જ ઉણપ છે. સિંહ એમ પણ કહ્યું કે, ટીવી સીરિયલોમાં ખુલ્લેઆમ લગ્ન પહેલા અને લગ્ન બાદ સેક્સ દર્શાવવામાં આવે છે, પરંતુ તેના પર કોઇ કંઇ બોલતું નથી. મોબાઇલ ઇન્ટરનેટના કારણે પોર્નોગ્રાફી આસાન થઇ ગઇ છે.

મીડિયામાં જ્યારે તેમનું આ નિવેદન આવ્યું તો તેમણે એક ખાનગી ચેનલને સફાઇ આપી છે કે, તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. સેક્સ એજ્યુકેશન મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારનો એકમાત્ર ઉકેલ નથી. આ પ્રયોગ અમેરિકામાં જોવા મળ્યો છે. સ્કૂલ અને કોલેજોમાં નૈતિક શિક્ષા વધારે જરૂરી છે. સેક્સુઅલ ઓફેન્સ શારીરિક કરતા વધારે એક મનોવૈજ્ઞાનિક ક્રિયા છે અને આ બધુ લોકોની પ્રદુષિત માનસિકતાના કારણે થઇ રહ્યું છે.

English summary
Mumbai Police Commissioner Satyapal Singh Monday said sex education would only make matters worse as far as crime against women is concerned as there is a higher rate of such crime in countries which have sex education in their curriculum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X