શાહરુખ અને ગૌરીના ઘરે આવ્યો નવો મહેમાન!?
મુંબઇ, 30 જૂન : સમાચારો પર વિશ્વાસ મૂકીએ તો બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન અને ગૌરી ખાનના નવા ઘરે નવો મહેમાન અવતર્યો છે. અને આ મહેમાન છે શાહરૂખ અને ગૌરીનું ત્રીજું બેબીબોય. પહેલા એવા સમાચાર હતા કે બેબીની ડિલીવરી જુલાઇમાં થશે પરંતુ બાળકની ડિલીવરી પ્રી-મેચ્યોર થઇ ગઇ છે.
ગૌરીની ભાભી નમિતા છિબ્બર આ બેબીની સેરોગેટ મધર છે. જાણકારી અનુસાર તેમને ડો. ઇન્દિરા હિન્દુજાની દેખરેખમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 4 જૂનના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતા શાહરુખે સરોગેસી અને પોતાના બાળકને લઇને હજી સુધી ચુપ્પી સાધી લીધી હતી પરંતુ તેમણે આ સમાચારોનું હજી સુધી ખંડન પણ કર્યું નથી.












Click it and Unblock the Notifications
