ટીચરે ખુબ માર્યો, શરીરના ઘા જોઈને પરિવાર પણ હેરાન
બાળકોને સ્કૂલમાં નહીં મારવાના આદેશ મળ્યા પછી પણ ટીચરો સ્કૂલમાં બાળકોની પીટાઈ કરી રહ્યા છે. કંઈક આવો જ મામલો શામલી જિલ્લામાં જોવા મળ્યો છે.
બાળકોને સ્કૂલમાં નહીં મારવાના આદેશ મળ્યા પછી પણ ટીચરો સ્કૂલમાં બાળકોની પીટાઈ કરી રહ્યા છે. કંઈક આવો જ મામલો શામલી જિલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં લેશન નહીં કરવા પર પ્રાથમિક વિધાર્થીને ટીચરે નિર્દયતાપૂર્વક માર્યો. ટીચરે બાળકને એટલી ખરાબ રીતે માર્યો કે તે બેહોશ થઇ ગયો. એટલું જ નહીં પરંતુ બાળકના શરીર પર ઘણા ગંભીર ઘા પણ જોવા મળ્યા છે. બાળકના પરિવારે તેનો ઉપચાર કરાવ્યા પછી શિક્ષક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માંગી કરી છે. પોલીસે મામલા અંગે તપાસ શરૂ કરી દીધી છે.

આ આખો મામલો શામલીના કંધલા ચોકી વિસ્તારના બામનોલી ગામમાં આવેલા પ્રાથમિક વિદ્યાલયનો છે. જ્યાં ગામ નિવાસી કૃષ્ણપાલનો દીકરો દેવાંશ પહેલા ધોરણનો વિધાર્થી છે. વિધાર્થીના પરિવાર ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે શિક્ષક ઘ્વારા આપવામાં આવેલી લેશન પૂરું કર્યા વિના તેમનો દીકરો સ્કુલે ગયો હતો. આ વાતથી શિક્ષક ખુબ જ ગુસ્સે થયા અને તેમને માસૂમ બાળકની ડંડા અને થપ્પડ ઘ્વારા નિર્દયતાપૂર્વક ધુલાઈ કરી નાખી. જેને કારણે બાળકના મોઢા અને પગ પર ઘા લાગી ગયો. શિક્ષકે બાળકને સ્કૂલની બહાર પણ કાઢી મુક્યો.
પોતાની સાથે થયેલી મારપીટ પછી માસૂમ બાળક રડતો રડતો ઘરે પહોંચ્યો અને થોડા જ સમયમાં બેભાન થઇ ગયો. હોશમાં આવ્યા પછી જયારે બાળકે પોતાની આપવીતી કહી ત્યારે તેનો પરિવાર સ્કુલે ગયો. આ બાબત વિશે શિક્ષકને પહેલાથી ભનક લાગી ગયી હતી જેને કારણે તે સમય કરતા પહેલા સ્કુલ બંધ કરીને ચાલ્યો ગયો. ત્યારપછી પીડિત બાળકના પરિવાર ઘ્વારા આ શિક્ષક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી માટે માંગ કરી છે. પોલીસે બાળકનો મેડિકલ કરાવવા માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
