શંકરાચાર્યએ સ્થગિત કર્યો રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ, પુલવામા હુમલા બાદ કર્યો નિર્ણય
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું એલાન કરનાર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ પોતાનો પ્રવાસ અને શિલાન્યાસનો કાર્યક્રમ રદ કરી દીધો છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું એલાન કરનાર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ પોતાનો પ્રવાસ અને શિલાન્યાસનો કાર્યક્રમ રદ કરી દીધો છે. પુલવામામાં આતંકી હુમલા બાદ દેશમાં ઉત્પન્ન થયેલા માહોલને જોતા તેમણે પોતાના આ કાર્યક્રમને થોડા સમય માટે સ્થગિત કરી દીધો છે. તેમણે જણાવ્યુ કે રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ સામયિક અને આવશ્યક પણ છે પરંતુ દેશમાં ઉત્પન્ન થયેલી આ આકસ્મિક પરિસ્થિતિના કારણે આ કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી રહ્યો છે.

અયોધ્યા કૂચ કરવાનો સંકલ્પ લીધો હતો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કુંભ મેળામાં આયોજિત પરમ ધર્મ સંસદ દરમિયાન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વીઓ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરવાની ઘોષણા કરી હીત અને 17 ફેબ્રુઆરીએ જ અયોધ્યા કૂચ કરવાનો સંકલ્પ કર્યો હતો. જો કે ત્યારબાદ સમગ્ર દેશમાં એક અલગ જ લહેર ચાલી રહી હતી અને મંદિર નિર્માણ કાર્યક્રમ સંબંધિત આ પ્રક્રિયાએ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી હતી પરંતુ અચાનકથી સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલાઓ સમગ્ર દેશને ઝંઝોડી દીધુ અને આ વિશે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાની અયોધ્યા યાત્રા તેમજ કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે.

શું બોલ્યા શંકરાચાર્ય
અયોધ્યા કાર્યક્રમ સ્થગિત કર્યા બાદ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ કે પુલવામાની ઘટના બાદ દેશની બદલાયેલી પરિસ્થિતિઓમાં અમે દેશની સાથે છે. અયોધ્યા કાર્યક્રમથી હાલમાં સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ભટકી શકે છે. અમે સદાથી દેશવાસીઓની ભાવનાઓ સાથે રહ્યા છે. એટલા માટે અયોધ્યા શિલાન્યા કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં મુહૂર્ત જોઈને આ કાર્યક્રમ પૂરો કરવામાં આવશે.

શંકરાચાર્ય પર હતુ ભારે દબાણ
રામ મંદિર નિર્માણ અંગે શિલાન્યાસ કાર્યક્રમની ઘોષણાએ સમગ્ર દેશની નજર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પર જ ટીકાવી દીધી હતી. કારણકે આ સમગ્ર દુનિયામાં વસેલા હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મામલો હતો અને હાલમાં જ્યારે દેશ દુઃખ અને શોકમાં ડૂબેલો છે એવામાં અયોધ્યા કાર્યક્રમને પૂરો કરવાથી દેશની આંતરિક સ્થિતિ બગાડી શકે છે. આ અંગે શંકરાચાર્ય પર સતત દબાણ હતુ. જ્યારે સરકારથી લઈ સંત મહાત્માઓ તેમના નજીકના લોકો તેમજ પ્રશાસનિક અધિકારીઓ પણ સતત શંકરાચાર્યના સંપર્કમાં હતા અને તેમને કાર્યક્રમ રદ કરવા માટે કહી રહ્યા હતા. જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભાજપના પ્રમુખ અમિત શાહ તેમજ અખાડા પરિષદે પણ આ કાર્યક્રમ ન કરવા માટે દબાણ કર્યુ હતુ.

સીએમ યોગીએ ફોન પર કર્યો આગ્રહ
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના સહયોગી સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યુ કે અખાડા પરિષદના અધ્યક્ષ સ્વામી નરેન્દ્ર ગિરીએ પણ પત્ર લખીને આ કાર્યક્રમને સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે સીએમ યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમને રદ કરવા માટે શંકરાચાર્ય સાથે સતત ફોન પર વાત કરી રહ્યા હતા. શંકરાચાર્ય પર સતત પોતાના શિષ્યો, સહયોગીઓનું ઘણુ દબાણ હતુ અને દેશમાં પેદા થયેલી સ્થિતિ આગળ તેમણે કાર્યક્રમને રદ કરવો જ યોગ્ય સમજ્યો. હાલમાં રામ નિર્માણ સાથે જોડાયેલી આ પ્રક્રિયાના સ્થગિત થવાથી જ્યાં મંદિર બનાવવા હજુ વધુ રાહ જોવી પડશે. જો કે ભાજપ સરકારે રાહતનો શ્વાસ જરૂર લીધો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
