For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરી શકે છે: શરદ પવાર

એનસીપી અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્શન સોનિયા ગાંધી અંગે એક નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

એનસીપી અધ્યક્ષ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્શન સોનિયા ગાંધી અંગે એક નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરી શકે છે. શરદ પવારે કહ્યું કે દેશનો માહોલ બદલાઈ રહ્યો છે. છેલ્લી ચૂંટણીમાં જનતાએ ભાજપને એક સારો અવસર આપ્યો હતો. પરંતુ હવે તેઓ પણ સમજી ચુક્યા છે કે ભાજપ રામમંદિર નામ પર રાજનીતિ કરી રહ્યું છે.

sharad pawar

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા શરદ પવારના સુર બદલાયેલા હતા. તેમને રાહુલ ગાંધીને દેશના ભાવિ પ્રધાનમંત્રી ઉમેદવાર માનવાથી ઇન્કાર કરી દીધો હતો. પરંતુ હવે શરદ પવારના સુર બદલાઈ ચુક્યા છે અને તેમને કહ્યું છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશનું નેતૃત્વ કરી શકે છે. શરદ પવારના આ નિવેદન પછી જે રીતે મહાગઠબંધન બહાર એક ત્રીજા મોરચા અંગે તૈયારીઓ ચાલી રહી હતી તેને મોટો ઝાટકો લાગી શકે છે.

આ પણ વાંચો: રાહુલ-પ્રિયંકાના સંબંધો પર ભાજપ નેતાએ FB પર કરી ગંદી ટિપ્પણી, કેસ ફાઈલ

આપને જણાવી દઈએ કે બે દશકા પહેલા શરદ પવારનું માનવું હતું કે સોનિયા ગાંધીના નેતૃત્વમાં ક્ષમતા નથી, જેને કારણે તેમને અલગ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું ગઠન કર્યું હતું. પરંતુ હવે શરદ પવારનો રૂખ બદલાઈ ચુક્યો છે. તેમને કહ્યું કે ગાંધી પરિવારમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઇ, ત્યારપછી સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી સારું નેતૃત્વ કરી શકે છે.

આ પણ વાંચો: કોંગ્રેસ-એનસીપી સાથે લડશે લોકસભા ચૂંટણી 2019: શરદ પવારનું મોટુ નિવેદન

English summary
Sharad Pawar says Sonia gandhi and Rahul Gandhi can lead the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X