For Quick Alerts
For Daily Alerts
અડવાણી પ્રધાનમંત્રી પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર: શરદ યાદવ
નવી દિલ્હી, 4 ઓક્ટોબર: બીજેપી નેતા લાલ કૃષ્ણ અડવાણીને જેડીયુ નેતા શરદ યાદવે પ્રધાનમંત્રી પદ માટે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા છે. તેમના આ નિવેદનથી એકબાજુ અડવાણીને સપોર્ટ મળ્યો છે તો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઝટકો લાગ્યો છે.
શરદ યાદવે ગુરૂવારે આપેલા એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે લાલ કૃષ્ણ અડવાણી પ્રધાનમંત્રી પદ માટેના યોગ્ય દાવેદાર છે. તેમણે આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગૂ ફૂંકાઇ ચૂક્યું છે, અને મોદી ઠેરઠેર સભાઓ સંબોધી રહ્યા છે.
જોકે બીજેપીમાં પણ કેટલાક લોકો પ્રધાનમંત્રી પદ માટે લાલ કૃષ્ણ અડવાણીને પ્રબળ દાવેદાર માને છે જ્યારે બીજેપીના કેટલાક રાજ્યોના કેડર પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદીને યોગ્ય ઉમેદવાર ગણાવે છે.