'મારા સપનાનું ભારત' અભિયાન થકી ભાજપ બદલશે દેશની તસવીર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા દરેક રાજનૈતિક પાર્ટીએ કમર કસી લીધી છે. અત્રે કોંગ્રેસ પાર્ટી પોસ્ટર પર પોસ્ટર જારી કરી રહી છે, જ્યારે ભાજપાએ એક અનોખી પહેલ કરી છે. 26 જાન્યુઆરીના દિવસે ભાજપે 'ઇન્ડિયા 272 પ્લસ' પોર્ટલ પર દેશવ્યાપી અભિયાન 'મારા સપનાનું ભારત' શરૂ કર્યું છે. જેથી દેશના દરેક ભારતીય પોતાની વાત આ અભિયાન અંતર્ગત કરી શકે કે તે પોતાના દેશ અંગે શું વિચારે છે, અને શું કરવા માગે છે? ભાજપ તરફથી ભારતીઓને પોતાની વાત કહેવાનો એક સુંદર મંચ તૈયાર કરવામાં આવ્યો છે.

ભાજપે પોતાની આ અનોખી પહેલને ખૂબ જ ઉમદા ગણાવતા જણાવ્યું છે કે આ અભિયાન અંતર્ગત દેશનો દરેક નાગરિક પોતાના વિચારો રજૂ કરી શકશે. આમા સામાન્ય લોકો પાસે એવા વિચાર માગવામાં આવ્યા છે જેનાથી દેશની પરિસ્થિતિમાં સુધારો થાય. લોકો આ અભિયાનના માધ્યમથી ડર્યા વગર પોતાની વાત રાખી શકે છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે આની શરૂઆત કરી અને બીજા લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી.

narendra modi
માત્ર દેશ જ નહીં આ અભિયાન અંતર્ગત પાર્ટી એ પણ જાણવાની કોશીશ કરશે કે સામાન્ય લોકોના મત ભાજપ અને તેના વિચાર વિશે કેવા છે. લોકોના મતના આધાર પર પાર્ટી પોતે પોતાનું વિશ્લેષણ કરશે જેને એક અનોખી પહેલ માનવામાં આવી રહી છે. આ અંગે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પહેલા જ પોતાના વિચાર લોકોના સામે મૂકી દીધા છે. ભાજપને સંપૂર્ણ આશા છે કે આ અભિયાન દ્વારા વધારેમાં વધારે દેશના યુવાનો જોડાશે.

ભાજપે જણાવ્યું કે દેશ આ સમયે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ફૂગાવો, વંશવાદના ચક્કરમાં ફંસાયેલો છે. દેશની સત્તાસીન કેન્દ્ર સરકારના કારણે દેશ આ સમયે ભારે મુસીબતમાં છે જેને સામાન્ય જનતા તાત્કાલિક છૂટકારો મેળવવા માગે છે. લોકોને હજી પણ આશા છે કે કાળા વાદળો હટી જશે અને સપનાઓનું ભારત જરૂર સામે આવશે આ ઉદ્દેશ્યથી ભાજપે 'મારા સપનાનું ભારત' અભિયાન શરૂ કર્યું છે. ભાજપે વિશ્વાસ અપાવ્યો છે કે 'મારા સપનાનું ભારત' ચોક્કસ જન્મ લેશે. 

<iframe width="600" height="338" src="//www.youtube.com/embed/J29odl37NUM" frameborder="0" allowfullscreen></iframe>
English summary
In a bid to encourage maximum participation from the youth and the public, the BJP launched its nationwide initiative 'Mere Sapno Ka Bharat' contest on January 26, on the occasion of the Republic Day.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.