For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: યુકેની ટ્રાવેલ પૉલિસી પર ભડક્યા થરૂર અને જયરામ, કહ્યુ - આમાં વંશવાદની ગંધ આવે છે

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર અને જયરામ રમેશ હાલમાં ઘણા ગુસ્સામાં છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર અને જયરામ રમેશ હાલમાં ઘણા ગુસ્સામાં છે. તેમનો ગુસ્સો એ વાત પર છે યુકે સરકારની ભારત માટે બનાવવામાં આવેલી કોવિડ ટ્રાવેલ નીતિ પર. જેમાં તેમણે કહ્યુ કે ભારત, આફ્રિકા, દક્ષિણ અમેરિકાથી કોરોના વાયરસની રસી લગાવીને આવેલા લોકોને યુકેમાં લગભગ દસ દિવસ સુધી ક્વૉરંટાઈન રહેવુ પડશે અને તેમણે કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે.

tharoor-jairam

શશિ થરુરને આ વાતનો એટલો ગુસ્સો આવ્યો છે કે તેમણે કેમ્બ્રીજ યુનિયનમાં યોજાનાર 'ધ બેટલ ઑફ બિલૉન્ગિંગ' ઈવેન્ટમાંથી પોતાનુ નામ પાછુ લઈ લીધુ છ અને આ વિશે તેમણે એક ટ્વિટ પણ કર્યુ છે. તેમણે યુકેના એક ન્યૂઝ એનાલિટિક એલેક્સ મેકેરાસના ટ્વિટને કોડ કરીને લખ્યુ કે, 'સંપૂર્ણપણે વેક્સીનેટેડ લોકોને દસ દિવસ સુધી ક્વૉરંટાઈનમાં રાખવાનુ અયોગ્ય છે, આ બીજા દેશોની કોવિડ પૉલિસી પર પ્રશ્નચિહ્ન લગાવવા સમાન છે. આના કારણે 'ધ બેટલ ઑફ બિલૉન્ગિંગ' ઈવેન્ટમાંથી પોતાનુ નામ પાછુ લઉ છુ.'

શશિ થરુરની જેમ રાજ્યસભા કોંગ્રેસ એમપી જયરામ રમેશે પણ યુકે પર ગુસ્સો કાઢ્યો છે. તેમણે પણ ટ્વિટ કર્યુ છે કે, 'આ તો બહુ મોટો અજબ-ગજબ નિર્ણય છે. આ નિર્ણયથી વંશવાદની ગંધ આવે છે. બધાને ખબર છે કે કોવિશીલ્ડને મૂળ રીતે યુકેમાં જ વિકસિત કરવામાં આવી હતી અને સીરમ ઈન્સ્ટીટ્યુટે તેની પૂર્તિ કરી, આ રીતનો નિર્ણય માત્ર મુશ્કેલી પેદા કરનારો છે.'

તમને જણાવી દઈએ કે બ્રિટને પોતાના કોરોના પ્રવાસના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. તેણે કોવિશીલ્ડ વેક્સીન પર એક રીતે આંગળી ચીંધી દીધી છે. વાસ્તવમાં, યુકેએ એ લોકો 'અનવેક્સીનેટેડ' કેટેગરીમાં રાખી દીધા છે જેમણે કોવિશીલ્ડ વેક્સીન લગાવી છે. એટલુ જ નહિ યુકેની ટ્રાવેલ લિસ્ટમાં રેડ, એમ્બર અને ગ્રીન કલર ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. ઈન્ડિયાને એમ્બર લિસ્ટમાં જગ્યા આપવામાં આવી છે. જેનો અર્થ એ થાય છે કે જે ભારતીયોએ કોવિશીલ્ડ લગાવી છે તેમણે યુકેમાં આઈસોલેશનમાં રહેવુ પડશે અને તેમને 'અનવેક્સીનેટેડ' જ માનવામાં આવશે. યુકેની આ લિસ્ટના કારણે સૌથી વધુ છાત્રો મુશ્કેલીમાં છે. તેમણે પણ આને ભેદભાવ ગણાવ્યો છે કારણકે અમેરિકા અને યુરોપીય સંઘના યાત્રીઓ પર આ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.

English summary
Shashi Tharoor and Jairam Ramesh upset with UK's new Covid travel policy for India said that its racism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X