For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદના ચૂંટણી ઢંઢેરામાં ભારતનો નક્શો ખોટો દર્શાવ્યો, બીજેપીએ કર્યો વિરોધ

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે મેદાનમાં છે. મલ્લિકાર્જુન ખડગેની અચાનક એન્ટ્રી થઈ હતી, તો બીજી તરફ શશિ થરૂરે ચૂંટણીની જાહેરાત બાદ જ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. આજે

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે મેદાનમાં છે. મલ્લિકાર્જુન ખડગેની અચાનક એન્ટ્રી થઈ હતી, તો બીજી તરફ શશિ થરૂરે ચૂંટણીની જાહેરાત બાદ જ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. આજે શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે બંનેએ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. શશિ થરૂરે ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ ઢંઢેરામાં અધ્યક્ષ તરીકેના તેમના વિઝનને નોંધ્યા છે, પરંતુ તેમના ઢંઢેરા કરતાં વધુ તેના પર છપાયેલ ભારતની તસવીરની ચર્ચા થઈ રહી છે.

ભારતના નક્શાને લઇ વિવાદ

ભારતના નક્શાને લઇ વિવાદ

શશિ થરૂરે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં છપાયેલ ભારતની તસવીરમાં જમ્મુ-કાશ્મીરના ભાગ પર ખોટી રીતે બતાવવામાં આવ્યો છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. આ સમગ્ર વિવાદને વધતો જોઈને શશિ થરૂરની ઓફિસે તેમાં સુધારો કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે શશિ થરૂરે પોતાના મેનિફેસ્ટોનું નામ સંગઠનનું વિકેન્દ્રીકરણ રાખ્યું છે. પોતાના ઢંઢેરામાં શશિ થરૂરે પોતાના વિઝનની વિગત આપતા તેમને મત આપવા અપીલ કરી છે.

શશિ થરૂરે આ વાયદા કર્યા

શશિ થરૂરે ચૂંટણી ઢંઢેરામાં લખ્યું દરેક પાર્ટીને નેતૃત્વની જરૂર છે. માત્ર ટોચ પર જ નહીં પરંતુ તમામ સ્તરે નેતૃત્વની જરૂર છે. કોંગ્રેસના પીસીસી પ્રમુખોને વાસ્તવિક સત્તાઓ આપીને, કોંગ્રેસે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ અને પક્ષના જમીની પદાધિકારીઓને સાચા અર્થમાં સશક્તિકરણ કરીને રાજ્યોમાં પક્ષને મજબૂત બનાવવો જોઈએ. આપણે પક્ષ અને શાસનની બાબતોમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને ભાજપને વિશ્વસનીય વિકલ્પ પૂરો પાડવો જોઈએ. સંગઠનની પુનઃરચના, રાજ્ય, જિલ્લા અને બ્લોક નેતાઓને સત્તા સોંપવી, પાયાના સ્તરના કાર્યકરોને સશક્ત બનાવવી વગેરેનો ખ્યાલ નવા નેતાને વધુ પડતી વહીવટી જવાબદારીઓના બોજમાંથી મુક્ત કરશે જ, પરંતુ એક મજબૂત રાજ્ય નેતૃત્વ બનાવવામાં પણ મદદ કરશે. જેણે અગાઉના યુગમાં કોંગ્રેસને મજબૂત બનાવી હતી.

બીજેપી નેતા અમિત માલવિયાએ સાધ્યુ નિશાન

BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાએ શશિ થરૂરના ઢંઢેરામાંના ભારતના ખોટા નકશા પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે પોતાના ઢંઢેરામાં ભારતનો ખોટો નકશો દર્શાવ્યો છે. એક તરફ જ્યાં રાહુલ ગાંધી ભારતનો પ્રવાસ કરી રહ્યા છે તો બીજી તરફ તેમના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતને તબાહ કરી રહ્યા છે. કદાચ તેમને લાગે છે કે આનાથી તેઓ રાહુલ ગાંધીની મદદ કરી શકે છે.

English summary
Shashi Tharoor misrepresented the map of India in the election manifesto, BJP Opposed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X