Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એકનાથ શિંદે પર શશિ થરુરનો કટાક્ષ, બોલ્યા - મુખ્યમંત્રી 3 પ્રકારના હોય છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે મહારાષ્ટ્રમાં આ તમામ રાજકીય ઉથલપાથલ પર કટાક્ષ કર્યો છે.

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા તેનાથી સૌને આશ્ચર્ય થયુ. રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે એવુ માનવામાં આવતુ હતુ કે ભાજપ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવી શકે છે પરંતુ પાર્ટીએ શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેને મુખ્યમંત્રી જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એવુ માનવામાં આવે છે કે ભાજપના આ નિર્ણય પાછળની યોજના પોતાના હિતની રક્ષા કરવાની છે. પાર્ટી મહત્વપૂર્ણ મંત્રાલયો પોતાની પાસે રાખશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે રાજ્યમાં આ તમામ રાજકીય ઉથલપાથલ પર કટાક્ષ કર્યો છે.

shashi-eknath

શશિ થરૂરે વ્યંગકાર શરદ જોશીની લાઈનોને ટ્વિટર પર શેર કરીને કટાક્ષ કર્યો હતો. શશિ થરૂરે લખ્યુ કે ત્રણ પ્રકારના મુખ્યમંત્રી હોય છે, ચૂંટાયેલા મુખ્યમંત્રી, પ્લાન્ટેડ મુખ્યમંત્રી અને ત્રીજા જે આ બંને વચ્ચેની લડાઈમાં બને છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપે ખોટી રીતે સત્તા હાંસલ કરી છે. પૈસા અને સત્તાના આધારે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને હટાવી દીધી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે ભાજપ રાજ્યોમાં સત્તા મેળવવા માંગે છે, તે અહીં ચૂંટાયેલી સરકારને પછાડે છે, તે લોકોની સેવા કરવાને બદલે સરકારને પછાડવામાં માને છે.

જયરામ રમેશે કહ્યુ કે અમે ભાજપની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. પાર્ટીએ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પતન કરી છે, તે માત્ર લોકશાહીનુ જ અપમાન નથી પરંતુ ભાજપની વિચારધારા વિરુદ્ધ મતદાન કરનારા લોકોનુ પણ અપમાન છે. પૈસા અને સત્તાના જોરે ભાજપ અલોકતાંત્રિક રીતે રાજ્યોની સરકાર હડપ કરી રહી છે. મોદી-શાહની જોડી કોઈપણ ભોગે સત્તા કબજે કરવા માંગે છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સરકાર ચલાવવા માંગે છે. મહારાષ્ટ્રમાં જે બન્યુ તે ભારતીય લોકતંત્ર માટે શરમજનક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X