..અને સુનંદાએ કોંગ્રેસી કાર્યકરને માર્યા તમાચા!

આ દંપતિ સોમવારે તિરૂવનંતપુરમ એરપોર્ટ પર પહોંચ્યું હતું. અહી શશિ થરૂર અને તેમની પત્નીના સ્વાગત માટે કોંગ્રેસી કાર્યકરોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. દરમિયાનમાં એક પાર્ટી કાર્યકરનો હાથ ભૂલથી સુનંદાને અડી જતા તેણે ગુસ્સે ભરાઇને કાર્યકરને તમાચાઓ ચોડવા લાગી હતી.
જોકે આ ઘટનાની શશિ થરૂરે કોઇ પ્રતિક્રિયા આપી ન્હોતી, અને બંને કારમાં બેસીને રવાના થઇ ગયા હતા. તેમજ કોંગ્રેસી નેતાઓએ પણ આ અંગે ચુપ્પી સાધી છે.
આ ઉપરાંત આ દંપતિ આજે પણ મીડિયામાં છવાયેલું રહ્યું હતું. શશિ થરૂરે પોતાના એક ટ્વિટમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથે લીધા છે. મોદીએ ગઇકાલે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીસભામાં થરૂરની પત્નીને તેમની 50 કરોડની ગર્લફ્રેન્ડ કહી હતી, જેના માટે થરૂરે આજે મોદીને વળતો જવાબ આપ્યો હતો.
થરૂરે નરેન્દ્ર મોદી માટે ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે 'મારી પત્ની આપના વિચારોથી પણ ઘણી કિંમતી છે. તે અમૂલ્ય છે પરંતુ તમારા સમજમાં એ બાબત ત્યારે આવશે જ્યારે તમે કોઇને પ્રેમ કરવાને લાયક બનશો.'
ઉલ્લેખનીય છે કે મોદીએ મંડીની ચૂંટણી સભામાં કહ્યું હતું કે 'યૂપીએના એક મંત્રીને 50 કરોડની ગર્લફ્રેન્ડના કારણે પોતાનું પદ છોડવું પડ્યું હતું. આજે પણ એવા આરોપો છે છતાં તેમને ફરીથી મંત્રી બનાવી દેવાયા.'












Click it and Unblock the Notifications
