For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધી પરિવાર અને કોંગ્રેસની આ વાતથી દુખી હતાં શીલા દીક્ષિત, ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો ખુલાસો

ગાંધી પરિવાર અને કોંગ્રેસની આ વાતથી દુખી હતાં શીલા દીક્ષિત, ઈન્ટર્વ્યૂમાં કર્યો હતો ખુલાસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ગાંધી પરિવારના નજીકના અને કોંગ્રેસ જ નહિ બલકે દેશના મોટા નેતાઓમાં સામેલ શીલા દીક્ષિત હવે આપણી વચ્ચે નથી રહ્યાં, 20 જુલાઈ 2019ના રોજ દિલ્હીના એસ્કોર્ટ હોસ્પિટલમાં બપોરે 3.55 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, શીલા દીક્ષિતનું આમ અચાનક ચાલ્યા જવું કોંગ્રેસ માટે આઘાત સમાન છે, પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલ પાર્ટી માટે આ એક અપૂર્ણનીય ક્ષતિ છે જેની ભરપાઈ કોઈ નહિ કરી શકે.

શીલા દીક્ષિતને આ વાત ખટકતી હતી

શીલા દીક્ષિતને આ વાત ખટકતી હતી

દિલ્હીને નવી દિલ્હી બનાવનાર શીલા દીક્ષિત પોતાના અંતિ શ્વાસ સુધી કોંગ્રેસ સાથે જોડાયા રહ્યાં, તેમના નિધન પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે શીલા દીક્ષિત તેમની બહુ સારી અને પ્યારી મિત્ર હતી, આજે તેમણે પોતાના ખસ મિત્રને ગુમાવી દીધાં છે. જેથી કોઈ શક નથી કે શીલા દીક્ષિત ગાંધી પરીવારની એકદમ નજીક હતાં પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે શીલા દીક્ષિતને કોંગ્રેસ અને ગાંધી પરિવારથી મોટી ફરિયાદ પણ હતી.

વાત 2018ની છે

વાત 2018ની છે

વાત 2018ની છે જ્યારે ન્યૂજ એજન્સી 'ભાષા'ને આપેલ ઈન્ટર્વ્યૂમાં શીલા દીક્ષિતે ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, આમ આદમી પાર્ટીના હાથે દિલ્હીમાં 2013ની ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ લગભગ હાશિયા પર ચાલી ગયેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતે પાર્ટી નેતાઓને આંતરિક રાજનીતિ ન કરવાની સલાહ આપતા ખુદ વિશે કહ્યું હતું કે વર્ષો સુધી તેમની અવગણના કરવામાં આવી પરંતુ તેમણે ક્યારેય ઉફ્ફ પણ ન કરી અને ચુપચાપ પોતાનું કામ કરતાં રહયાં.

શીલા દીક્ષિતનો ઈશારે સોનિયા-રાહુલ ગાંધી પર હતો

શીલા દીક્ષિતનો ઈશારે સોનિયા-રાહુલ ગાંધી પર હતો

ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂકેલ શીલા દીક્ષિતે પોતાના સાક્ષાત્કારમાં કહ્યું હતું કે, મને જે કહેવામાં આવે છે તે હું કરું છું. હું કોંગ્રેસની છું અને કોંગ્રેસ મારી છે, કોંગ્રેસ માટે હું કંઈપણ કરી શકું છું, જ્યારે મને કોઈ કંઈક કહેશે નહિ તો હું કેવી રીતે કંઈ કરી શકું છું, મારામાં એ આદત પણ નથી કે ખુદ જ જઈને ક્યાંક ઘુસી જાઉં, તો વર્ષો સુધી મારી અનદેખી કરવામાં આવી પરંતુ મેં કંઈ ન કીધું.

તેમને આ ફરિયાદ હતી

તેમને આ ફરિયાદ હતી

ગાંધી પરિવારનું નામ ન લેતા તેમણે કહ્યું હતું કે પાર્ટીની કમાન જે હાથોમાં છે, હું સવાલ કર્યા વિના તેમની વાત માનું છું પરંતુ જો કોઈને કંઈ સમજમાં ન આવે તો હું શું કરી શકું છું, જણાવી દઈએ કે શીલા દીક્ષિતનો ઈશારો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તરફ હતો કેમ કે તે સમયે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી જ હતાં.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની કમાન શીલા દીક્ષિતના હાથમાં

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની કમાન શીલા દીક્ષિતના હાથમાં

અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલ કોંગ્રેસને લોકસભા ચૂંટણી 2019 પહેલા પોતાની ભૂલનો કદાચ અહેસાસ થયો હતો અને આ કારણે જ તેમણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની કમાન વયોવૃદ્ધ શીલા દીક્ષિતના હાથમાં આપી દીધી હતી, જો કે આ વખતે તેમનો અનુભવ મોદીની આંધીને કારણે પાર્ટીને કામ ન આવ્યો પરંતુ તેમણે અંતિમ સ્વાસ સુધી પાર્ટી માટે કામ કરી પાર્ટી પ્રત્યે પોતાના કર્તવ્યને ભરપૂર રીતે ચૂકવ્યું.

શીલા દીક્ષિતનો અંતિમ પત્ર

શીલા દીક્ષિતનો અંતિમ પત્ર

આમ તો શીલા દીક્ષિત છેલ્લે પોતાની ગુટબાજીને લઈ પરેશાન હતાં અને તેમણે આ વિશે પોતાના અંતિમ પત્રમાં પણ લખ્યું હતું, આ પત્ર તેમણે સોનિયા ગાંધીને મોકલ્યો હતો, પત્રમાં શીલા દીક્ષિતે એવા બે નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો જે પાર્ટીને કમજોર કરવાની કોશિસ કરી રહ્યા છે અને તે બે નેતાઓના નામ અજય માકન અને પીસી ચાકો છે. પત્રમાં શીલા દીક્ષિતે લખ્યું કે હું દિલ્હી કોંગ્રેસને મજબૂત કરવા માટે ફેસલો લઈ રહી છું, પરંતુ અજય માકનના ઈશારે ચાલી રહેલ પ્રભારી પીસી ચાકો કારણ વિના પગલાં ઉઠાવી રહ્યા છે. અજય માકન પીસી ચાકોને ભટકાવી રહ્યા છે, જેનાથી પાર્ટીનું કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે.

12 વર્ષ પહેલા કુમારસ્વામીએ જે કર્યુ હતુ તે જ આજે તેમની સાથે થયુ 12 વર્ષ પહેલા કુમારસ્વામીએ જે કર્યુ હતુ તે જ આજે તેમની સાથે થયુ

English summary
Sheila Dikshit was unhappy with the Gandhi family and the Congress, made the disclosure in the interview.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X