For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ માટે છોકરીઓનું બ્રેનવોશ કરતી હતી શિલ્પી

નાબાલિક સાથે બળાત્કાર મામલે આસારામને જોધપુર કોર્ટ ઘ્વારા ઉમરકેદની સજા આપવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

નાબાલિક સાથે બળાત્કાર મામલે આસારામને જોધપુર કોર્ટ ઘ્વારા ઉમરકેદની સજા આપવામાં આવી છે. તેની સાથે આસારામના સહયોગી રહેલા શરતચંદ્ર અને શિલ્પીને 20-20 વર્ષની સજા આપવામાં આવી છે. તેની સાથે ત્રણે પર એક-એક લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. આસારામની સહયોગી રહેલી શિલ્પી આ મામલે મોટી અપરાધી છે. શિલ્પી છોકરીઓને આસારામ પાસે મોકલતી હતી. આ ઘટનામાં શિલ્પીએ પીડિત છોકરીના પરિવારને કહ્યું હતું કે તેના પર ખરાબ આત્માનો સાયો છે.

asaram bapu

કોર્ટ તરફથી આસારામને ઉમરકેદ અને શિલ્પીને 20 વર્ષની સજા મળી છે. શિલ્પીને જયારે કોર્ટમાં 20 વર્ષની સજા સંભાળવવામાં આવી ત્યારે તે રડી પડી, તે કહી રહી હતી કે તેને કઈ પણ કર્યું નથી. પરંતુ કોર્ટે શિલ્પીને મુખ્ય અપરાધીઓમાં માની છે. મધ્યપ્રદેશના છીંદવાળા આશ્રમની વોર્ડન રહેલી શિલ્પીએ પીડિતાના પરિવારને માનવા પર મજબુર કર્યા હતા કે તેમની દીકરી પર આત્માનો વાસ છે. ત્યારપછી તેને પીડિતાના માતાપિતા ને સમજાવ્યા, જેના કારણે તેઓ દીકરીને જોધપુર આશ્રમ મૂકીને ચાલ્યા ગયા.

શિલ્પીએ નાબાલિક પીડિતાના માતાપિતા સાથે ઘણીવાર વાતચીત પણ કરી હતી. તે સતત તેમના સંપર્કમાં હતી. પીડિત છોકરીએ જણાવ્યું હતું કે શિલ્પી બધાનું બ્રેનવોશ કરીને તેમને આશ્રમ મોકલતી હતી. છોકરી સાથે બળાત્કારના એક અઠવાડિયા પહેલા શિલ્પીની આસારામ સાથે વાતચીત વધી ગયી હતી.

આસારામની ધરપકડ પછી શિલ્પી ફરાર થઇ ગયી હતી. પરંતુ કોર્ટથી જામીન અરજી રદ થયા પછી તેને સરેન્ડર કરી દીધું. ત્યારપછી જાંચમાં બહાર આવ્યું કે આસારામે આવા કામને કારણે શિલ્પીને ગુરુકુળની જવાબદારી સોંપી હતી. શિલ્પીને હરિદ્વાર ના આશ્રમથી હટાવીને છીંદવાળા મોકલવામાં આવી હતી, જ્યાં તેમને વોર્ડનની જવાબદારી સોંપવામાં આવી. શિલ્પી છોકરીઓને સમજાવી પટાવીને આસારામ પાસે મોકલ્યા કરતી હતી.

English summary
Shilpi is the woman who supplied young girls asaram court sentenced 20 years of imprisonment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X