કોટખાઈ કેસ: આરોપીની કેદમાં થઇ હત્યા, લોકોએ સ્ટેશનમાં ચાંપી આગ

Posted By:
Subscribe to Oneindia News

હિમાચલના કોટખાઈમાં એક વિદ્યાર્થી સાથે થયેલી બળાત્કાર અને પછી હત્યાના કેસમાં આરોપીનું પોલીસ સ્ટેશનમાં મોત થતા શિમલામાં પરિસ્થિતિ તનાવપૂર્ણ થઇ છે. ઠેર ઠેર આ મામલે પ્રદર્શન થઇ રહ્યા છે. ઠિયોગ, કોટખાઈ, ઢલી અને ફાગુમાં લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોટખાઈ સ્ટેશનની બહાર જ્યારે એસઆઈટી ચીફ ભજન દેવ નેગી પહોંચ્યા ત્યારે તેમને ભીંડે ગેરી લીધા હતા. પોલીસે ભીંડને ઓછી કરવા હવામાં ફાઈરિંગ કરતા મામલો વધુ બિચક્યો હતો. અને ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કરી, આગ ચાપી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓની પણ જાન જોખમમાં મુકાઇ ગઇ હતી.

કોંગ્રેસની મુશ્કેલીઓ વધી

કોંગ્રેસની મુશ્કેલીઓ વધી

ઉલ્લેખનીય છે કે ધીરે ધીરે હવે આ મામલો રાજકીય રંગ લઇ રહ્યો છે. સ્ટેશનનો ઘેરાવ કરવા માટે મોટી ભીડ સાથે ભાજપના પુર્વ મંત્રી નરેન્દ્ર બરાગટા પણ જોડાયા હતા. સાથે જે રીતે પોલીસે આ મામલામાં તથ્યો અંગે આંખ આડા કાન કર્યા છે તે જોતા લોકોનો આક્રોશ વધ્યો છે.

શું છે મામલો?

શું છે મામલો?

કોટખાઇમાં સ્કૂલની વિદ્યાર્થીની જોડે પહેલા ગેંગરેપ થયો અને પછી તેની હત્યા કરવામાં આવી. જે બાદ નેપાળી મૂળના આરોપી સૂરજની અન્ય આરોપીઓ સાથે મારપીટ અને હત્યા કરવામાં આવતા મામલો વધુ બગડ્યો હતો.

આરોપીની મોત

આરોપીની મોત

લોકઅપમાં જ આ કેસના અન્ય આરોપી સાથે સૂરજને રાખવામાં આવ્યો હતો અને બન્ને વચ્ચે બોલચાલ થતા સૂરજની હત્યા કરવામાં આવી હતી. વધુમાં સુરજની હત્યા પછી ઢલીમાં નેશનલ હાઈવેને પણ જામ કરી નાખ્યો. સાથે જ ભાજપે આ મામલે ગુરુવારે શિમલા જિલ્લાના બંધનું એલાન આપ્યુ છે.

સીબીઆઇ તપાસ

સીબીઆઇ તપાસ

ઉલ્લેખનીય છે કે આ ગેંગરેપ બાદ લોકોની માંગણી હતી કે તેને સીબીઆઇ તપાસમાં મોકલવામાં આવે કારણે કે બળાત્કારના 14 દિવસ વીતી ગયા પછી પણ પોલીસ તે નહતી શોધી શકે કે બળાત્કાર કંઇ જગ્યાએ થયો હતો. પહેલી જ માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં લોકો સરકારથી નારાજ છે તેમાં મહત્વના આરોપીને પણ કસ્ટડી દરમિયાન મૃત્યુ થવાની જનતાએ પોલીસ તંત્ર અને પ્રશાસનના કામકાજ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 6 લોકોએ સ્કૂલે જતી માસૂમ બાળકી પર ગેંગરેપ કરી તેની હત્યા કરી હતી.

English summary
Shimla: Villagers pelt stones &protest outside Kotkhai Police Station after 1 of the 6 accused in gang rape & murder of minor,died in custody.
Please Wait while comments are loading...