પીએમ મોદીના 'રેઇનકોટ'વાળા નિવેદન પર ભડક્યા ઉદ્ધવ ઠાકરે

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 'રેઇનકોટ' વાળા નિવેદન પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ વ્યંગ્ય કર્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને સાબુ વિના ફીણ ઊભું કર્યું છે. ઠાકરેએ કહ્યું કે, ભલે તેઓ (ભૂતપૂર્વ વડાપ્રધાન) રેઇનકોટ પહેરતા હતા, મનમોહન સિંહ પાણીનો ઉપયોગ તો કરતા હતા. પરંતુ તમે (મોદી) તો દેશમાં કોઇને પણ પાણીથી નથી નહાવા દેતા. તમે તો વિના સાબુએ જ ફીણ ઉત્પન્ન કર્યું છે. ઠાકરેએ નોટબંધી ને કારણે સામાન્ય જનતાને ભોગવવી પડેલી હાલાકીઓ તરફ ઇશારો કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.

પીએમ મોદીનું વિવાદિત નિવેદન

પીએમ મોદીનું વિવાદિત નિવેદન

શિવસેના પ્રમુખ મુંબઇમાં બીએમસી ચૂંટણી માટે એક રેલી સંબોધિત કરી રહ્યાં હતાં. અહીં તેમણે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા રેઇનકોટવાળા નિવેદનની નિંદા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું, ડૉ.સાહેબે યૂપીએ સરકારના તમામ ગોટાળા છતાં પોતાના પર ડાઘ ન લાગવા દીધો. રેઇનકોટ પહેરીને નાહવાની કળા તો ડૉક્ટર સાહેબ જ જાણે છે.

'સારુ થયું કે ગઠબંધન નથી'

'સારુ થયું કે ગઠબંધન નથી'

ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, સારું છે કે બીએમસી ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે ગઠબંધન ના કર્યું, નહીં તો પોસ્ટર પર વડાપ્રધાન સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પપ્પૂ કલાની (હત્યાના આરોપી ભૂતપૂર્વ ધારાસભ્ય) ની છબી પણ લગાડવી પડી હોત. ઠાકરેએ કહ્યું કે, એ રાહતની વાત છે કે કલાની જેવા લોકો સાથે મારે હાથ નથી મિલાવવો પડ્યો.

'ભાજપમાં હવે માત્ર ગુંડાઓના ચહેરાઓ જોવા મળે છે'

'ભાજપમાં હવે માત્ર ગુંડાઓના ચહેરાઓ જોવા મળે છે'

ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, અમે લોકો પ્રત્યે જવાબદાર છીએ. પહેલા ભાજપમાં અટલ બિહારી વાજપાયી, લાલકૃષ્ણ અડવાણી જેવા ચહેરાઓ હતા. હેવ માત્ર ગુંડાઓના ચહેરા જોવા મળે છે. હવે મોદી અને અમિત શાહ સાથે પોસ્ટરમાં કલાની જેવા ચહેરાઓ જોવા મળે છે.

'ફડણવીસે મુંબઇ અને પટના બંન્નેનું અપમાન કર્યું'

'ફડણવીસે મુંબઇ અને પટના બંન્નેનું અપમાન કર્યું'

શિવસેના પ્રમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે, મુંબઇ વિકાસના મામલે પટનાથી કમ નથી. તેમણે કહ્યું, મુંબઇ કોઇ પણ શહેરથી વધુ વિકસિત અને પ્રગતિશીલ છે. પરંતુ પટના પણ પાછળ નથી. ફડણવીસે મુંબઇ અને પટના બંન્નેનું અપમાન કર્યું છે. કેન્દ્રને મળતા ટેક્સમાં મુંબઇનું સૌથી મોટું યોગદાન છે. આ વર્ષે મુંબઇવાસીઓએ સરકારને 2 લાખ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

English summary
Shiv Sena chief Uddhav Thackeray hits out at Prime minister Narendra Modi.
Please Wait while comments are loading...