બનારસ અને અયોધ્યા પહોંચીને ભાજપને લલકારશે ઉદ્ધવ ઠાકરે

ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી શિવસેના અને તેની વચ્ચેના મતભેદો ચરમ સીમા પર છે.

ભાજપની સૌથી જૂની સહયોગી પાર્ટી શિવસેના અને તેની વચ્ચેના મતભેદો ચરમ સીમા પર છે. હાલમાં જ મોદી સરકાર સામે લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવમાં તટસ્થ ભૂમિકા નિભાવનાર શિવસેના ફરીથી એકવાર ભાજપ સામે મોરચો ખોલવા જઈ રહી છે. મરાઠા આંદોલન, મહિલા સુરક્ષા, ગોરક્ષા બાદ હવે શિવસેના હિંદુત્વ મુદ્દે ભાજપને ઘેરવાની ફોર્મ્યુલા તૈયાર કરી છે. મોદી સરકાર સામે બ્યુગલ ફૂંકવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જલ્દી પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી અને અયોધ્યાનો પ્રવાસ કરવાના છે.

ભાજપને 2019 ની લોકસભા ચૂંટણીમાં હિંદુત્વ મુદ્દે મ્હાત આપવાની કોશિશ

ભાજપને 2019 ની લોકસભા ચૂંટણીમાં હિંદુત્વ મુદ્દે મ્હાત આપવાની કોશિશ

શિવસેનાએ આ પ્રવાસ માટે મુંબઈમાં પોસ્ટર લગાવ્યા છે અને સાથે લોકોને ઉદ્ધવ ઠાકરેની આ યાત્રામાં શામેલ થવાની અપીલ કરી છે. શિવસેના ભાજપને 2019 ની લોકસભા ચૂંટણીમાં હિંદુત્વ મુદ્દે મ્હાત આપવાની કોશિશમાં છે. વળી, શિવસેના ઘણા સમયથી રામ મંદિર મુદ્દે સતત મોદી સરકારને ઘેરી રહી છે. શિવસેનાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે સત્તામાં આવ્યા બાદ ભાજપ મંદિર બનાવવાનું પોતાનું વચન ભૂલી ગઈ છે.

બંને પક્ષો હિંદુત્વની વિચારધારાવાળી પાર્ટી

બંને પક્ષો હિંદુત્વની વિચારધારાવાળી પાર્ટી

થોડા દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ગયા 25 વર્ષોમાં શિવસેના અને ભાજપ એકબીજાના સહયોગી રહ્યા છે. બંને પક્ષો હિંદુત્વની વિચારધારા વાળી પાર્ટી છે. હિંદુઓના દરજ્જા, રાષ્ટ્રીય હિત અને દેશની સુરક્ષા જેવા મુદ્દાઓ પર એક જેવા વિચારો ધરાવે છે. ભાજપને એક ઝટકો આપતા શિવસેનાએ કહ્યુ કે ભાજપને એ નક્કી કરવાનો અધિકાર નથી કે રાષ્ટ્રવાદી કોણ છે અને કોણ નથી.

મંદિરમાં જઈને ઘંટ વગાડવો હિંદુત્વ નથી

મંદિરમાં જઈને ઘંટ વગાડવો હિંદુત્વ નથી

ઠાકરેએ કહ્યુ કે હિંદુત્વ શું છે? હું મારા પિતાજી અને શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેને હંમેશા પૂછતો હતો. તેમનો જવાબ હતો કે રાષ્ટ્રીયતા જ આપણુ હિંદુત્વ છે. અમે નથી ઈચ્છતા કે હિંદુ માત્ર મંદિરોમાં જઈને ઘંટ વગાડે, ચોટીઓ રાખે અને જનોઈ ધારણ કરે. બાલાસાહેબના હિંદુત્વના વિચારોને હવે પ્રચારિત અને લાગુ કરાવા જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X