For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સાથે શિવસેનાની 30 વર્ષની દોસ્તી ટૂટી, અરવિંદ સાવંત કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપશે

ભાજપ સાથે શિવસેનાની 30 વર્ષની દોસ્તી ટૂટી, અરવિંદ સાવંત કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કેન્દ્રીય મંત્રિમંડળમાંથી રાજીનામું આપવાનં એલાન કરી દીધું છે. માત્ર એક દિવસ પહેલા જ ભાજપે મહારાષ્ટ્ર સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે. એવામાં હવે શિવસેના અન્ય પાર્ટીઓ સાથે મળી સરકાર બનાવવાની તૈયારીમાં છે. શરદ પવારની પાર્ટી એનસીપીએ સમર્થન આપવા માટે શિવસેના સામે શરત રાખી દીધી છે. એનસીપીએ કહ્યું કે અમારા સમર્થન માટે ઉદ્ધવ ઠાકરેના નેતૃ્વવાળી પાર્ટીએ પહેલા કેન્દ્રીય રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)થી અલગ થવું પડશે. અરવિંદ સાવંતે ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે.

ટ્વીટ કરી જાણકારી આપી

ટ્વીટ કરી જાણકારી આપી

હાલમાં જ કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલે એનસીપી-કોંગ્રેસને આમંત્રિત કરવા જોઈએ. કેમ કે આ બીજું મોટું ગઠબંધન છે. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના જ નેતા સંજય નિરુપમનું નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સરકાર માત્ર એક વિકલ્પ છે. જો આપણે આ વિકલ્પને ખરેખર બદલવા માંગીએ છીએ, તો શિવસેનાના સમર્થન વિના આ શક્ય નથી.

ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કર્યો

ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કર્યો

જણાવી દઈએ કે રવિવારે ભાજપે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કોશિશ નહિ કરે કેમ કે તેમની પાસે સંખ્યાળ નથી. જે બાદ મહારાષ્ટ્રના રાજ્યપા ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલ્યું હતું. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જો શિવસેના અમારું સમર્થન ઈચ્છતી હોય તો તેમણે ભાજપ સાથે કોઈ સંબંધ ન હોવાની વાતની ઘોષણા કરવા પડશે અને તેમણે એનડીએ સાથેના ગઠબંધનથી અલગ થવું પડશે. તમામ મંત્રિઓએ કેન્દ્ર સરકારમાંતી રાજીનામું આપવું પડશે.

અમને કોઈ પ્રસ્તાવ નથી મળ્યો

નવાબ મલિકે કહ્યું કે એનસીપીને શિવસેના તરફથી સરકાર ગઠન માટે સમર્થથન આપવા કોઈપણ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો નથી. તેમણે જણાવ્યું અંતિમ ફેસલો કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને કરશે. જ્યાં સુધી શિવસેના ગઠબંધની અલગ નહિ થાય, અમે ઈંતેજાર કરીશું અને પ્રદેશના ઘટનાક્રમ પર નજર બનાવી રાખશું. મલિકે કહ્યું કે જો શિવસેના પ્રસ્તાવ લઈને આવે છે તો તેમના માટે કેટીક શરતો છે.

મહારાષ્ટ્રઃ સરકાર રચવા શિવસેનાને રાજ્યપાલનું આમંત્રણમહારાષ્ટ્રઃ સરકાર રચવા શિવસેનાને રાજ્યપાલનું આમંત્રણ

English summary
shiv sena mp arvind savant resigning from his ministerial post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X