શિવસેનાએ નવાજ શરીફને આમંત્રણ આપવાનો કર્યો વિરોધ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઇ, 25 મે: એનડીએના પ્રમુખ સહયોગી દળ શિવસેનાના પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફના 26મેના રોજ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ હોવાનો વિરોધ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના સાંસદ નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ હોવાનો વિરોધ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શિવસેનાના સાંસદ નરેન્દ્ર મોદીના શપથગ્રહણમાં સામેલ થશે નહી. શિવસેનાના કોટાના મંત્રી નવાજ શરીફની સામે શપથ લઇ શકે નહી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે (રવિવારે) સાંજ સુધી પાર્ટીનું વલણ સ્પષ્ટ કરશે.

  આ પહેલાં શિવસેના નવાજ શરીફને આમંત્રણ આપવાનો વિરોધ કરી ચૂકી છે. શિવસેના પાકિસ્તાનના ભારતમાં આતંકવાદ પ્રાયોજિત કરવા વિરૂદ્ધ કહી રહી છે. જો કે શનિવારે નવાજ શરીફ દ્વારા નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવાનું નિમંત્રણ સ્વિકાર કરતાં શિવસેનાની ટિપ્પણી પૂછવામાં આવતાં પાર્ટી પ્રવક્તા તથા રાજ્યસભા સદસ્ય સંજય રાઉતના કોઇપણ ટિપ્પણી કરવાની મનાઇ કરી દિધી હતી.

  આ અઠવાડિયાની શરૂઆતમાં શિવસેના અધ્યક્ષ ઠાકરેએ કહ્યું હતું કે નવી સરકારને પાકિસ્તાન પ્રત્યે જેવા સાથે તેવી નીતિ અપનાવવી જોઇએ. નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવા માટે ગત મંગળવારે રાજધાની દિલ્હીમાં એનડીએ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો પાકિસ્તાન દેશમાં કોઇ સંકટ ઉભું કરે છે તો ભારતે તેને પાઠ સિખવાડવો જોઇએ.

  shivshena-udhhav

  ઉદ્ધવ ઠાકરેએ કહ્યું તેમની પાર્ટી આ વલણમાં કોઇ પરિવર્તન આવ્યું નથી કે પાકિસ્તાન દ્વારા દેશમાં હુમલા ચાલુ રાખે ત્યાં સુધી ભારતે તેની સાથે કોઇ ક્રિકેટ સંબંધ રાખવો જોઇએ નહી.

  શિવસેનાએ પાકિસ્તાની ક્રિકેટરોને મુંબઇમાં ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દિધો હતો જેથી મેચોને અન્ય શહેરોમાં સ્થળાંતરિત કરવી પડી હતી. શિવસેનાના નવી લોકસભામાં 18 સભ્ય છે અને તે અને તે મોદી સરકારમાં કેટલાક મંત્રીપદોની આશા ધરાવે છે.

  English summary
  Shiv Sena, which has been vocal against Pakistan for "sponsoring" terrorism in India, is likely to take a decision on attending the swearing-in ceremony of India PM-elect Narendra Modi.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more