સંજય દત્તને માફી આપવા શિવસેનાનો ઇનકાર

જોકે સંજય દત્તને માફી આપવાની માંગ સૌથી પહેલા પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કેન્ડય કાત્જુએ ઉઠાવી હતી. બાદમાં સમાજવાદી પાર્ટી, એનસીપી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પણ આ માંગના સમર્થનમાં ઉતરી આવ્યા.
શિવસેનાના આ વિરોધ બાદ સંજય દત્તની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે સંજય દત્તને ઘણાબધા રાજનૈતિક દળોની સાથે સાથે આખા બોલીવુડ તરફથી સમર્થન છે. આ કડીમાં સલમાન ખાન અમેરિકા પરત ફરતા જ રવિવારે સાંજે સંજય દત્તને મળવા તેમના ઘરે ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 1993 મુંબઇ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે સંજય દત્તને આર્મ્સ એક્ટ અંતર્ગત પાંચ વર્ષની સજા સંભળાવી છે.












Click it and Unblock the Notifications
