શિવસેના કદાવર નેતા સંજય રાઉતની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
મુંબઈઃ શિવસેના સાંસદ સંજય રાઉતની તબિયત લથડતાં તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય રાઉતની ગણતરી શિવસેનાના કદાવર નેતાઓમાં થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદથી જ સંજય રાઉત ભાજપ પર ભારે હમલાવર રહ્યા છે. તેઓ શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યકારી સંપાદક પણ છે. સંજય રાઉતની તબિયત એવા સમયે ખરાબ થઈ છે જ્યારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. શિવસેના નેતા સાંજે 6 વાગ્યા બાદ રાજ્યપાલને મળવા જશે. શિવસેના પાસે 7.30 વાગ્યા સુધી પોતાનો દાવો રજૂ કરવાનો સમય છે.
સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે પાછલા 15 દિવસથી તેમની છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. તેમનું ચેકઅપ પણ થયું હતું. સુનીલ રાઉતે કહ્યુ્ં કે ચિંતાની કોઈ વાતન થી. એક કે બે દિસમાં તેમને હોસ્પિટલેથી રજા મળી જશે.
સંજય રાઉત ચૂંટણી પરિણામો બાદથી જ ચર્ચામાં બની રહ્યા છે. તેઓ શિવસેનાના મુખપત્ર સામના અથવા તો મીડિયા દ્વારા ભાજપ પર સતત નિશાન સાધતા રહ્યા છે. શિવસેના પ્રવક્તા શરૂથી જ કહેતા આવ્યા છે કે મુખ્યમંત્રીતો શિવસેનાના જ હશે. આ કારણે જ શિવસેનાએ ભાજપનો સાથ છોડી દીધો અને હવે એનસીપી-કોંગ્રેસ સાથે જવા માટે તૈયાર છે.
સરકાર બનાવવાને લઈ સંજય નિરુપમે કોંગ્રેસ-NCPને ચેતવ્યા, કહી આ વાત