For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવારનું સમર્થન કરશે શિવસેના

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 સપ્ટેમ્બર : શિવસેનાએ શુક્રવારે જણાવ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અથવા કોઇ અન્યના નામની જાહેરાત પર પોતાનું સમર્થન આપશે.

આ વિશ્વાસ ગુરુવાર રાત્રે નરેન્દ્ર મોદી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની વચ્ચે થયેલી ટૂંકી ટેલિફોન વાર્તા બાદ વ્યક્ત કરવામાં આવ્યો. ભાજપા સંપવત: શુક્રવારે પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં મોદીના નામની જાહેરાત કરી શકે છે. શિવસેના હંમેશા આ મામલાથી બચતી આવી છે, અને તેણે પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં સુષમા સ્વરાજનું સમર્થન કર્યું હતું.

શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે પાર્ટીએ તેમની સહયોગી પાર્ટી ભાજપા દ્વારા પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં મોદી અથવા અન્યની જાહેરાતનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે તેમણે આ દિવસોમાં મોડી રાત સુધી આ બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગે વિસ્તારમાં ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો. એ ખુબ જ રોચક છે કે શિવસેનાનું હૃદય પરિવર્તન એવા સમયમાં થયું છે જ્યારે ઉદ્ધવે એક અઠવાડીયા પહેલા મોદીને 2017 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દેવાની ભાજપાને અપીલ કરી હતી.

ગયા શનિવારે શિવસેનાના મુખપત્ર 'સામના'ના સંપાદકીય પૃષ્ઠમાં ઉદ્ધવે જણાવ્યું હતું કે, 'મોદીએ સાર્વજનિક રીતે કહ્યું છે કે તેમની પ્રધાનમંત્રી બનવાની કોઇ મહત્વકાંક્ષા નથી. તેમને 2017 સુધી ગુજરાતના મુખ્યમંત્રી બની રહેવાનો જનાદેશ મળ્યો છે, અને તેઓ રાજ્યની જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે.'

ભાજપામાં મોદીની ઉમેદવારીને લઇને મતભેદના સવાલ પર રાઉત શિવસેનાને આ મામલાથી હટાવતા દેખાયા, તેમણે જણાવ્યું કે, 'આ તેમનું આંતરીક મામલો છે અને અમે તેની પર પ્રતિક્રિયા નહીં આપે.'

English summary
Shiv Sena Friday said it will support Gujarat Chief Minister Narendra Modi or "any other candidate" named by the BJP as the prime ministerial candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X