For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં જમીન મામલે શિવસેનાએ ભાજપને ઘેરી, કહ્યુ - ધર્મના નામે ધંધો ચાલી રહ્યો

શિવસેનાએ પોતાના સંપાદકીયના માધ્યમથી ભાજપ અને તેના હિંદુત્વના એજન્ડાને ફગાવી દીધો અને ભગવા પાર્ટીને 'ચોર બજાર' કહી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગુરુવારે શિવસેનાના મુખપત્ર સામનામાં અયોધ્યા ભૂમિ સોદા પર ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટનો ઉલ્લેખ કરીને શિવસેનાએ પોતાના સંપાદકીયના માધ્યમથી ભાજપ અને તેના હિંદુત્વના એજન્ડાને ફગાવી દીધો અને ભગવા પાર્ટીને 'ચોર બજાર' કહી. મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યુ કે ભાજપનુ હિંદુત્વ એક રીતે ચોર બજાર છે અને એ ઝડપથી સ્પષ્ટ થઈ રહ્યુ છે. અયોધ્યા સોદો હવે એ ચોર બજારનો હિસ્સો છે.

ayodhya

વાસ્તવમાં, ગયા બુધવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસે અયોધ્યામાં જમીનની ખરીદી વિશે એક રિપોર્ટ છાપ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારના અધિકારીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબંદીઓએ 9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જિલ્લામાં રામ મંદિરના નિર્માણને મંજૂરી આપ્યા બાદ અયોધ્યામાં ઘણી બધી જમીનો ખરીદી. એ દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભૂમિ સોદાની તપાસના આદેશ આપ્યા હતા.

મુખપત્ર સામનાના સંપાદકીયમાં આગળ કહેવામાં આવ્યુ છે કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપ નેતાઓ, ધારાસભ્યો અને એક મેયરે કાનૂની-ગેરકાયદે રીતે અયોધ્યામાં જમીન ખરીદી હતી. આ બધી લેવડ-દેવડ શંકાસ્પદ અને સમાન રીતે ચોંકાવનારી છે.

આ ઉપરાંત લખ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં મંદિર માટે ભૂમિ પૂજા થઈ હતી અને એ સમયે, ભાજપમાં વેપારીઓએ પ્રસ્તાવિત મંદિર સ્થળ પાસે મુખ્ય ભૂખંડોનો વેપાર કરવાનુ શરુ કરી દીધુ. મંદિર ટ્ર્સ્ટે 70 એકર જમીનનુ અધિગ્રહણ કર્યુ અને સાથે જ પાર્ટીની નજીકના ભાજપ ધારાસભ્યો, નેતાઓ અને પોલિસ અધિકારીઓએ જમીન ખરીદી અને મોટુ રોકાણ કર્યુ.

આ ઉપરાંત મુખપત્ર સામનામાં લખ્યુ કે ઈન્ડિયન એક્સપ્રેસે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે કેવી રીતે ધારાસભ્યો, મેયર, રાજ્ય ઓબીસી સભ્ય, સંભાગીય કમિશ્નર અને અન્ય અધિકારીઓના અન્ય સંબંધીઓએ મંદિર પરિસર પાસે કરોડોની જમીન ખરીદી. મંદિર બન્યા બાદ, આખા વિસ્તારને બદલી દેવામાં આવશે. જેનાથી જમીનની કિંમતોમાં વધારો થશે. આ તો ધર્મના નામે ધંધો ચાલી રહ્યો છે. એમાં લોહી કોણે રેડ્યુ? કોણ મરી ગયુ અને જુઓ કોણ લાભ કમાઈ રહ્યુ છે? આ એક કૌભાંડ છે.

English summary
Shivsena calls bjp 'Chor Bajar' for ayodhya land deal in mouthpiece Samna.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X