For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય સામે SC પહોંચી શિવસેના, BJPને 48, અમને 24 કલાક કેમ?

રાજ્યપાલના નિર્ણય સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસનની લાવવા અંગે અને શિવસેનાને સરકાર બનાવવા માટે ઓછો સમય આપવા અંગે તેમણે સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો દોર ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ભાજપ, શિવસેના અને એનસીપી ત્રણે પાર્ટીઓને વારાફરથી બોલાવવામાં આવી પરંતુ હવે મહારાષ્ટ્રમા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી છે. રાજ્યપાલે કેન્દ્રીય કેબિનેટને આ ભલામણના આધારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાના અનુશંસા મોકલી દીધી છે.

shivsena

વળી, રાજ્યપાલના નિર્ણય સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસનની લાવવા અંગે અને શિવસેનાને સરકાર બનાવવા માટે ઓછો સમય આપવા અંગે તેમણે સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. શિવસેનાનુ કહેવુ છે કે તેમને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે માત્ર 24 કલાકનો સમય આપવામાં આવ્યો જ્યારે ભાજપને 48 કલાકનો સમય આપવામાં આવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યપાલે સરકાર બનાવવાના અવસરથઈ ઈનકાર કરવા માટે ભાજપના ઈશારે ઉતાવળમાં કામ કર્યુ. તેમણે આરોપ લગાવ્યો કો તેમણે સરકાર બનાવવા માટે બીજો થોડો સમય માંગ્યો જેનો રાજ્યપાલે ઈનકાર કરી દીધો. શિવસેના તરફથી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે જેના પર જસ્ટીસ શરદ અરવિંદ બોબડેની આગેવાની ધરાવતી પીઠ કાલે સુનાવણી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે રાજ્યપાલ સામે પોતાની સ્થિત સ્પષ્ટ કરતા કહ્યુ કે તે એકલા જ સરકાર નથી બનાવ શકતા. ત્યારબાદ રાજ્યપાલે શિવસેનાને સરકાર રચવા માટે આમંત્રિત કર્યા. શિવસેનાએ સરકાર રચવા માટે સમય માંગ્યો જેનો ઈનકાર કરીને રાજ્યપાલે એનસીપીને આમંત્રિત કર્યા. વળી, એનસીપીએ આજ સવારે 11.30 કલાકે રાજ્યપાલને એક પત્ર લખ્યો હતો જેમાં બે દિવસનો સમય માંગ્યો હતો. રાજ્યપાલે એનસીપીના પત્રને આધાર બનાવીને ગૃહમંત્રાલયને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોઈની પણ નથી બની રહી વાત, હવે લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસનઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોઈની પણ નથી બની રહી વાત, હવે લાગુ થઈ શકે છે રાષ્ટ્રપતિ શાસન

English summary
shivsena files petition challenging maharashtra governor in supreme court for not extent time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X