આર્મી ચીફ બાજવા વાસ્તવમાં પાકિસ્તાનને મૂર્ખ બનાવી રહ્યા છે

લોહીના દરેક ટીપાની વાત કરનાર આ એ જ બાજવા છે જેની પોલ હાલમાં જ ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં ખુલી.

પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ 6 સપ્ટેમ્બરના રોજ ડિફેન્સ ડે (રક્ષા દિવસ) ના પ્રસંગે ભારત સામે ઝેર ઓક્યુ. તેમણે કહ્યુ, 'પાકિસ્તાનની સુરક્ષામાં લાગેલા દરેક સૈનિકની કુરબાનીનું મહત્વ છે. સીમા પર વહેલા લોહીના દરેક ટીપાનો હિસાબ લેશે.' બાજવાએ કહ્યુ, 'લોહી જે સીમા પર વહી ચૂક્યુ છે, લોહી જે સીમા પર વહી રહ્યુ છે, અમે તેનો હિસાબ લઈશુ.. ઈંશા અલ્લાહ.' બાજવાએ પોતાના સંબોધનમાં કાશ્મીર રાગ પણ આલાપ્યો. તેમણે કહ્યુ, 'ભારતના કબ્જાવાળા કાશ્મીરના લોકોને સલામ કરુ છુ જે હિંમતથી ઉભા છે અને બહાદૂરી સાથે લડી રહ્યા છે.' બાજવાની વાત સાંભળીને સેનાના અધિકારીઓએ તાળીઓ પાડી. તેમનું નિવેદન પાકિસ્તાનના સમાચારોમાં પણ છવાઈ ગયુ પરંતુ બાજવાનું આ નિવેદન સંપૂર્ણ સાચુ નથી. લોહીના દરેક ટીપાની વાત કરનાર આ એ જ બાજવા છે જેની પોલ હાલમાં જ ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં ખુલી.

qamar bajwa

બાજવા એટલા બેચેન હતા પાકની નવી સરકાર આવવાની રાહ પણ ન જોઈ શક્યા

રિપોર્ટ અનુસાર પાકિસ્તાનને દેવામાં ડૂબતુ જોઈ બાજવા બેચેન છે. તે ભારત સાથે વાતચીત માટે ભારતને પ્રસ્તાવ પણ મોકલી ચૂક્યા છે અને તે પણ પાકિસ્તાનમાં સંપન્ન થયેલ સામાન્ય ચૂંટણીના બરાબર એક મહિના પહેલા. મતલબ કે બાજવાને એટલી જલ્દી હતી કે તેમણે પોતાના દેશમમાં નવી સરકારની રચનાની પણ રાહ જોઈ નહિ.

બાજવાએ કરી હતી બિપિન રાવત દ્વારા વાતચીત કરવાની શરૂઆત

ધ ન્યૂયોર્ક ટાઈન્સ રિપોર્ટમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યુ કે કમર જાવેદ બાજવા પાકિસ્તાનના એકમાત્ર એવા સેના પ્રમુખ છે જે ભારત સાથે વાતચીત શરૂ કરવા અને કાશ્મીર માટે શાંતિપૂર્ણ ઉકેલ માટે પહેલ કરી રહ્યા છે. આવુ પહેલા ક્યારેય નથી થયુ કે કોઈ પાકિસ્તાની સેનાપ્રમુખે કહ્યુ હોય કે પાકિસ્તાનની પડી ભાંગી રહેલી અર્થવ્યવસ્થા પ્રદેશની સુરક્ષા માટે જોખમ છે. બાજવાએ આ વાત કહી અને માત્ર કહી નહિ પરંતુ ભારતના સેનાપ્રમુખ બિપિન રાવત સાથે પોતાની દોસ્તી દ્વારા વાતચીત ચાલુ કરાવવાની વાત પણ કરી પરંતુ ભારત તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહિ. બાજવા અને બિપિન રાવત કાંગોમાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી કામ કરી ચૂક્યા છે.

બાજવા જાણે છે અસલમાં પાકિસ્તાન બદહાલ છે

પાકિસ્તાનના સેનાપ્રમુખ બાજવા આ પહેલા પણ કહી ચૂક્યા છે કે બંને દેશો વચ્ચે વિવાદ ઉકેલવાનો એકમાત્ર રીત વાતચીત જ છે. જનરલ બાજવાનું કહેવુ છે કે પાકિસ્તાને નબળો કરીને ભારત પણ ફલી ફૂલી નહિ શકે. વાસ્તવમાં હાલમાં ચારે તરફથી પાકિસ્તાની અર્થ વ્યવસ્થાને ઘેરાતી જોઈ જનરલ બાજવા ઈચ્છે છે કે ભારત સાથે કાશ્મીર રિજનમાં સીમા વિવાદ પર જલ્દી વાતચીત શરૂ કરવામાં આવે. બંને દેશો વચ્ચે 2015 થી વાતચીત બંધ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે પાકિસ્તાન તરફથી મોકલાયેલા વાતચીતના પ્રસ્તાવ પાછળ મુખ્ય ઉદ્દેશ્ય વેપાર વધારવાનો હતો. હવે એક તરફ બાજવા પૈસાની તંગી સામે ઝઝૂમી રહેલ પાકિસ્તાનની અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવા માટે શાંતિ વાર્તા ઈચ્છી રહ્યા છે અને બીજી તરફ લોહીના એક એક ટીપાનો હિસાબ લેવાની વાત કરી રહ્યા છે. પાકિસ્તાનની જનતાને ખબર પણ ના પડી કે ક્યારે બાજવાએ ભારતને વાતચીત માટે ગુપ્ત સંદેશ મોકલી દીધો. આનાથી સ્પષ્ટ છે કે ભારત સામે બદલો લેવાની વાત કરી રહેલ બાજવા પોતાના દેશની જનતાની આંખોમાં ભલે સૂરમાં બનવાની કોશિશ કરી રહ્યા હોય પરંતુ હકીકતમા તે જાણે છે કે તેમની હાલત ખરાબ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X