ગેંગસ્ટરની ગર્લફ્રેન્ડ અને 7 વર્ષ જેલમાં વિતાવ્યા, ચૌકાવનારી છે ગુરૂગ્રામમા હત્યા થઈ તે દિવ્યા પાહુજાની લાઈફ
ગુરૂગ્રામની હોટલમાં થયેલી હત્યાની કહાની આ દિવસોમાં ચર્ચાએ ચડી છે. ગુરૂગ્રામની સિટી પોઈન્ટ હોટલમાં હત્યા થઈ તે દિવ્યા પાહુજાની લવ સ્ટોરી અને લાઈફ સ્ટોરીમાં ઘણા ઉતાર ચડાવ છે.
મોડલ દિવ્યા પાહુજાની હોટલ સિટી પોઈન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ત્યારથી આ મામલો હેડલાઇન્સમાં છે. ગુરુગ્રામના બલદેવ નગર વિસ્તારની રહેવાસી દિવ્યા પાહુજા વિશે હવે ઘણા ખુલાસા થઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર, દિવ્યા પાહુજા હરિયાણાના સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ હતી. ગેંગસ્ટર સંદીપ ગડોલીના કથિત નકલી એન્કાઉન્ટર સંબંધિત કેસમાં દિવ્યાને સાત વર્ષની જેલ પણ થઈ હતી. જો કે, દિવ્યાને જૂન 2023માં જામીન મળી ગયા.
મહિનાઓ પછી મંગળવારે ગુરુગ્રામની એક હોટલમાં તેની કથિત રીતે હત્યા કરવામાં આવી છે. આ હત્યા બાદ હવે તે ફરીથી ચર્ચામાં આવી છે. 7 ફેબ્રુઆરી 2016ના રોજ મુંબઈના અંધેરીની એક હોટલમાં સંદીપ ગડોલીનું એન્કાઉન્ટર થયુ ત્યારે દિવ્યા પણ તે હોટલમાં હાજર હતી.
સમાચારો અનુસાર, દિવ્યા પાહુજા પોલીસ ઇન્ફોર્મર પણ હતી. જ્યારે સંદીપ ગડોલીનું મુંબઈમાં હરિયાણા પોલીસ દ્વારા એન્કાઉન્ટ કરાયુ ત્યારે દિવ્યા મુંબઈ પોલીસની તપાસમાં સહકાર આપતા સાક્ષી બની ગઈ હતી. દિવ્યા પાહુજા પર સંદીપ ગડોલી વિરુદ્ધ હરિયાણા પોલીસને માહિતી આપવાનો પણ આરોપ હતો.
દિવ્યા પાહુજાની બહેને નોંધાવેલી ફરિયાદ મુજબ, 2 જાન્યુઆરી, 2024ના રોજ દિવ્યા તેના બોયફ્રેન્ડ અભિજીત સિંહ સાથે ફરવા ગઈ હતી, જે ગુરુગ્રામમાં એક બિઝનેસમેન અને હોટલના માલિક છે. આ હોટલમાં દિવ્યા પાહુજાની કથિત રીતે હત્યા કરવામાં આવી.
2 જાન્યુઆરીની સવાર સુધી દિવ્યા તેના પરિવારના સંપર્કમાં હતી. પરંતુ 2 જાન્યુઆરીની રાત સુધીમાં દિવ્યાનો ફોન બંધ આવ્યો. જે બાદ દિવ્યાની બહેને અભિજીત સિંહને ફોન કર્યો, પરંતુ તેણે દિવ્યા પાહુજા વિશે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો.
પરિવારના કહેવા પર પોલીસે જ્યારે અભિજીત સિંહની હોટલના CCTV જોયા તો ચૌકાવનારા ખુલાસા થયા. સીસીટીવી ફૂટેજમાં અભિજીત સિંહ અને અન્ય લોકો ધાબળામાં લપેટાયેલા શરીરને ખેંચી જતા દેખાય છે.
આ ફૂટેજ 2 જાન્યુઆરીએ રાત્રે 10:44 વાગ્યાના હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું કે દિવ્યા પાહુજા ગેંગસ્ટર સંદીપ ગડોલીના નકલી એન્કાઉન્ટર કેસમાં મુખ્ય સાક્ષી હતી.












Click it and Unblock the Notifications
